Western Times News

Gujarati News

દેશભરના ક્રિપ્ટો કરન્સીના નામે ઠગાઈ કરતા ગઠીયા ભુગર્ભમાં ઉતરી ગયા

ઈડીએ ગુજરાતના સતીષ કુંભાણી સહીતના ગઠીયાઓની ૧૬૪૬ કરોડની ક્રિપ્ટો કરન્સી જપ્ત કરી

(એજન્સી)અમદાવાદ, લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરેર તે ઉકિત ક્રિપ્ટો કરન્સીના કૌભાંડીઓને પણ લાગુ પડે છે. ક્રિપ્ટો કરન્સીમાં માસીક ૪૦ ટકા અથવા વાર્ષિક ૩૭૦૦ ટકા વ્યાજ આપવાની લાલચ આપી ઠગ ટુકડીએ વૈશ્વીકી રોકાણકારોને બિટકેનેટ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાયું હતુ.

આ ટુકડીના ડીજીટલ વોલેટમાં લગભગ બે હજાર કરોડ કરતાં તપાસ કરી રહેલી અમદાવાદ ઈડીની ટીમે કુલ ૧૬૪૬કરોડની ક્રિપ્ટો કરન્સી જપ્ત કરી છે. ૧૩.પ૦ લાખ રોકકડા અને લેકસસ કાર કબજે લીધી છે.

ઈડીની આ કવાયતને લઈને માત્ર ગુજરાતના જ નહી પરંતુ દેશભરના ક્રિપ્ટો કરન્સીના નામે ઠગાઈ કરતા ગઠીયા ભુગર્ભમાં ઉતરી ગયા છે. આ કેસની તપાસમાં ઘણી વિગતો સામે આવશે.

સીઆઈડી ક્રાઈમ સુરત પોલીસ મથકમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે દુનિયાભરના ઘણા રોકાણકારોને કરોડોનો ચુનો લગાવ્યો હોવાની ફરીયાદ નોધાઈ હતી. આ પ્રકરણમાં ઈડીની ટીમ તપાસમાં જોડાઈ હતી. ઈડીના અધિકારીઓએ મની લોન્ડરીગ કેસમાં એવું શોધી કાઢયું હતું કે, આ કૌભાંડીઓએ બીટકોઈનમાં રોકાણના નામે દુનિયાભરના રોકાણકારોને આકર્ષવા માટે ટીમ તૈયાર કરી હતી. આ ટીમ માત્ર માર્કેટીગ જ કરતી હતી.

બીટકનેકટમાં લોકો રોકાણ કરે છે તેના માટે સંચાલકો રોકાણકારોને રોજનું એક ટકા વ્યાજ, માસીક, ૪૦ ટકા અને વાર્ષિક ૩૭૦ ટકા વ્યાજ આપવાની લાલચ આપી હતી. વધુ વ્યાજ મેળવાની લાલચમાં ર હજાર કરોડ કરતા વધારેનું રોકાણ સંચાલકોના વોલેટમા જમા થયું હતું.

જોકે બીટકનેકટના સંચાલકોએ માત્ર કૌભાંડ જ કરવાની કવાયત કરી હોવાથી તેના વિરૂધ્ધ ફરીયાદ થઈ હતી. ઈડીએ તે તપાસની ૧૬૪૮ લાખ રોકડા અને એક લેકસસ કાર પણ ટાંચમાં લીધી છે. આગામી દીવસોમાં વધુ મીલકતો પણ ટાંચમાં લેવાય તેવી શકયતા છે. અત્રે ઉલ્લેખનીય છેકે આ કેસ સાથે સંકળાયેલા કેટલાક લોકો અમેરીકા હોવાથી ત્યાં પણ તેમની તપાસ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.