Western Times News

Gujarati News

મફત નેત્રમણી પ્રત્યારોપણ અને આંખની તપાસ નો કેમ્પ યોજાયો

બાયડ, અરવલ્લી જિલ્લા ના બુટાલ તેમજ નવલપુર ખાતે મફત નેત્રમણી પ્રત્યારોપણ અને આંખની તપાસ નો કેમ્પ યોજાયો હતો.આ કેમ્પ જિલ્લા અંધત્વ નિયંત્રણ સમિતિ અરવલ્લી તથા જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ હોસ્પિટલ મેઘરજ દ્વારા યોજાયો હતો. આ કેમ્પ પટેલ રતિલાલ ભીખાભાઈ બુટાલ અને સ્વ.સવિતાબહેન રતિલાલ પટેલ બુટાલ ના સ્મરણાર્થે યોજાયો હતો.

જેમાં બુટાલ ખાતે ૪૦ અને નવલપુર ખાતે ૪૦ મોતીયા ના દર્દીઓ ની આંખની તપાસ અને આંખ અને ચશ્મા ના ૧૦૦ દર્દીઓએ લાભ લીધો હતો.આ કાર્યક્રમ નું આયોજન બુટાલ દુધ ઉત્પાદક સહકારી મંડળી અને અરવલ્લી ફિઝીકલી હેન્ડીકેપ્ડ સંસ્થા બુટાલ અનેજીવદયા પ્રેમી નીલેષભાઇ જાેષી,દુધ મંડળીના ચેરમેન મહેશભાઈ પટેલ,કનુભાઈ.પટેલ બુટાલ, અને સંકેતભાઈ પટેલ બુટાલ તથા કિરણભાઇ તથા સેક્રેટરી નારણભાઈ વણકર,તેમજ જીલ્લા ની દિવ્યાંગ સંસ્થા અરવલ્લી ફિઝિકલી હેન્ડીકેપ્ડ સંસ્થા ના માનદ મંત્રી શ્રી વિનોદચંદ્ર.બી.પટેલ વગેરે એ સુંદર આયોજન કર્યું હતું.જલારામ હોસ્પિટલ ના ભીખુભાઈ બામણીયા દ્વારા સુંદર નિદાન કરવામાં આવ્યું હતુ.જેમાં મોટી સંખ્યામાં લોકો એ લાભ લીધો હતો.વિનોદચંદ્ર.બી.પટેલ એ કાર્યક્રમ માં સહભાગી થનાર સહુનો આભાર માન્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.