GCS હોસ્પિટલ દ્વારા હૃદયરોગની તપાસ અને સારવાર માટે નિઃશુલ્ક કેમ્પ
હૃદયરોગોનું વહેલું નિદાન થાય તેમજ દર્દીઓને સમયસર તપાસ અને સારવાર મળી રહે તે હેતુથી જીસીએસ હોસ્પિટલ દ્વારા 07 થી 12 નવેમ્બર સુધી મફત કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં નિષ્ણાત હૃદયના ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક કન્સલ્ટેશનનો લાભ મળશે તથા ઇ.સી.જી, ઇકો,
સુગર, પેશાબ, ક્રિએટિનિન, સોડિયમની તપાસ નિઃશુલ્ક કરી આપવામાં આવશે. તેમજ એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી પણ રાહતદરે કરી આપવામાં આવશે. અત્યાધુનિક કેથલેબ અને કાર્ડીઓથોરાસિક ઓપરેશન થિયેટરથી સુસજ્જ કાર્ડિયાક વિભાગમાં આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓને નિઃશુલ્ક સારવારનો લાભ મળશે.
જીસીએસ હોસ્પિટલમાં હૃદય રોગની તપાસ, સારવાર, ઓપરેશન માટે હૃદયના નિષ્ણાત ઇન્ટરવેંશનલ કાર્ડિયોલોજીસ્ટ ડો. જીત બ્રહ્મભટ્ટ, ડો. રૂપેશ સિંઘલ, ડો. ઝીશાન મનસુરી અને કાર્ડીઓથોરાસિક અને વાસ્ક્યુલર સર્જન ડો. અનિતેશ શંકર કાર્યરત છે.
જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત 750-બેડની હોસ્પિટલ છે. જે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે. જ્યાં આયુષ્માન યોજના હેઠળ તમામ સ્પેશિયાલિટીની સારવાર નિઃશુલ્ક ઉપલબ્ધ છે તેમજ આયુષ્માન કાર્ડ બનાવવાની સુવિધા પણ છે.