પાયલટના ભાવિ પગલાં કોંગ્રેસ હાઈકમાન્ડના ર્નિણય પર ર્નિભર
(એજન્સી)જયપુર, કોંગ્રેસ નેતા સચિન પાયલટના આગામી પગલા અંગે અટકળોએ જાેર પકડ્યું છે. દરમિયાન તેમની નજીકના સૂત્રોએ જણાવ્યું કે તેઓ તેમની માંગણીઓ પર અડગ છે અને પાર્ટી હાઈકમાન્ડના ર્નિણયની રાહ જાેઈ રહ્યા છે.
જાેકે, તેમનો પક્ષ છોડવાનો કે તોડવાનો કોઈ ઈરાદો નથી. એટલે કે પાયલોટનું રાજકીય ભવિષ્ય હાઈકમાન્ડના ર્નિણય પર ર્નિભર રહેશે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમની ભૂમિકા પણ નક્કી કરશે.
ઉલ્લેખનીય કે પાયલટે ગત ભાજપ સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. તેમણે વસુંધરા સરકાર દરમિયાન થયેલા કથિત ભ્રષ્ટાચાર સામે પગલાં લેવાની માંગ કરી છે. જેને લઈને તેઓ વિરોધ કરવા માટે એક દિવસના મૌન ઉપવાસ પર બેઠા હતા.
પાયલટના ધરણાને કારણે અશોક ગેહલોત સરકાર શંકાના દાયરામાં આવી ગઈ હતી. જાેકે, બાદમાં પાર્ટી હાઈકમાન્ડે દિલ્હીમાં બંને નેતાઓ સાથે બેઠક યોજી હતી અને સમાધાનનો દાવો કર્યો હતો.