ગેંગસ્ટર છોટા શકીલના સંબંધીનું હાર્ટ એટેકથી મોત

નવી દિલ્હી, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ૨૦૨૨માં ટેરર ફંડિંગ સંબંધિત કેસમાં શેખની ધરપકડ કરી હતી. આ કેસમાં દાઉદ ઈબ્રાહિમ અને છોટ શકીલ સહિત દાઉદ ગેંગના ઘણા સભ્યો સંડોવાયેલા છે. ધરપકડ બાદ શેખને આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યો હતો.
ભાગેડુ ગેંગસ્ટર છોટા શકીલના સંબંધી અને ટેરર ફંડિંગ કેસના આરોપી આરીફ અબુબકર શેખ ઉર્ફે ભાઈજાનનું શુક્રવારે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તેમને જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ૨૦૨૨માં શેખ (૬૧)ની ટેરર ફંડિંગ સંબંધિત કેસમાં ધરપકડ કરી હતી. આ કેસમાં દાઉદ ઈબ્રાહિમ અને છોટ શકીલ સહિત દાઉદ ગેંગના ઘણા સભ્યો સંડોવાયેલા છે.
ધરપકડ બાદ શેખને આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યો હતો અને જેજે હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી.તમને જણાવી દઈએ કે જુલાઈ ૨૦૨૩માં થાણે જિલ્લાને અડીને આવેલા મીરા રોડ વિસ્તારમાં શેખની સંપત્તિ એનઆઈએ દ્વારા જપ્ત કરવામાં આવી હતી.
આરિફ અબુબકર શેખની એનઆઈએ દ્વારા ટેરર ફંડિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ટેરર ફંડિંગ ઉપરાંત તેના પર હથિયારોની દાણચોરી, ડ્રગ્સ અને મની લોન્ડરિંગનો પણ આરોપ હતો. શેખ અને તેમના ભાઈ મોહમ્મદ સલીમ કુરેશી સલીમ ફ્›ટ તરીકે પણ ઓળખાય છે.
છોટા શકીલ ૬૦ના દાયકામાં મુંબઈના નાગપાડામાં ટ્રાવેલ એજન્સી ચલાવતો હતો. પરંતુ તે ૧૯૮૦ના દાયકામાં દાઉદની ગેંગમાં સામેલ થયો હતો. તેને દાઉદનો વિશ્વાસુ માનવામાં આવે છે. દાઉદની ડી કંપનીમાં તેની મોટી ભૂમિકા હતી. ૧૯૮૮માં ધરપકડ થયા બાદ છોટા શકીલ લગભગ ચાર મહિના જેલમાં રહ્યો હતો.
પરંતુ જામીન મળતાં જ તે ભાગીને દુબઈમાં દાઉદ પાસે ગયો હતો. બાદમાં માર્ચ ૧૯૯૩માં બંનેએ મુંબઈ સિરિયલ બ્લાસ્ટનું કાવતરું ઘડ્યું અને તેને અંજામ આપ્યો.SS1MS