Western Times News

Gujarati News

ગૌરવ ખન્નાએ પત્ની આકાંક્ષા ચમોલાને ગિફ્ટમાં આપી કાર

મુંબઈ, ટીવીના ટીઆરપી લિસ્ટમાં ટોચ પર રહેલી સીરિયલ અનુપમા આજકાલ ખૂબ ચર્ચમાં છે. આ શોમાં અનુજનું પાત્ર ઉદાસ દેખાય છે ત્યારે આ રોલ કરતો એક્ટર ગૌરવ ખન્ના રિયલ લાઈફમાં હાલ ખૂબ ખુશ છે. ગૌરવ ખન્નાએ નવી કાર ખરીદી છે. તેણે પોતાની પત્ની આકાંક્ષા ચમોલા ને નવી કાર ગિફ્ટ કરી છે. જેનો વિડીયો આકાંક્ષાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આકાંક્ષાએ વિડીયો શેર કરતાં જ ફેન્સ અને સેલેબ્સે તેમને અભિનંદન આપી રહ્યા છે. Gaurav Khanna gifted a car to wife Akanksha Chamola

ગૌરવ ખન્નાની ઓનસ્ક્રીન પત્ની અનુપમા એટલે કે એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ પણ પ્રતિક્રિયા આપી છે. આકાંક્ષા ચમોલાએ ઈન્સ્ટાગ્રામ પર કારના શો-રૂમમાંથી વિડીયો શેર કર્યો છે. આકાંક્ષા અને ગૌરવ પોતાની કાર પરથી કવર હટાવતા અને બાદમાં પૂજા કરતાં જાેવા મળે છે. આ દરમિયાન આકાંક્ષા થોડી ઈમોશનલ થતી દેખાય છે.

 

View this post on Instagram

 

A post shared by Akanksha Chamola (@akankshagkhanna)

આકાંક્ષાએ પોતાની નવી નક્કોર કારનો વિડીયો શેર કરતાં લખ્યું, “આખરે આ થયું…થેન્ક્યૂ મારા હસબેંક આટલી અતુલ્ય ગિફ્ટ પસંદ કરીને આપવા માટે.” રિપોર્ટ્‌સ પ્રમાણે, ગૌરવ ખન્નાએ પત્ની માટે ખરીદેલી આ SUVની કિંમત ૨૧ લાખ રૂપિયા છે. અનુપમાનો રોલ કરતી રૂપાલી ગાંગુલીએ આ વિડીયો પર પ્રતિક્રિયા આપતાં લખ્યું, વાહ, અભિનંદન. જણાવી દઈએ કે, રિયલ લાઈફમાં રૂપાલી અને આકાંક્ષા વચ્ચે ખૂબ સારું બોન્ડ છે.

બંને જાહેરસ્થળોએ કેટલીય વાર એકબીજા માટે પ્રેમ વ્યક્ત કરી ચૂક્યા છે. રૂપાલી સિવાય એક્ટ્રેસ સિમરન કૌર, આકાંક્ષા સિંહ, અનુજ સચદેવા, પૂજા બેનર્જી સહિતના ટીવી સેલેબ્લે પણ કપલને અભિનંદન આપ્યા છે. આ સાથે જ ફેન્સ પણ આકાંક્ષા અને ગૌરવને નવી કાર માટે અભિનંદ આપી રહ્યા છે. ગૌરવ ખન્નાની પત્ની આકાંક્ષા પણ અભિનેત્રી છે. તેણે ‘ભુતુ’ અને ‘સ્વરાગિણી’ જેવી સીરિયલોમાં કામ કર્યું છે.

જાેકે, લાંબા સમયથી તે ટીવીના પડદાથી દૂર છે. થોડા દિવસ પહેલા જ આકાંક્ષા કહ્યું હતું, “હું સીરિયલોમાં કામ કરતી હતી અને હવે કામ કરવાની રાહ જાેઈ રહી છું. ટીવીથી દૂર રહેવાનું કોઈ ખાસ કારણ નથી. હું ઢગલાબંધ ઓડિશન આપું છું પરંતુ લોકોને મારા ઓડિશન પસંદ નથી આવતા.

હું ફેન્સને કહીશ કે તેઓ ગૌરવ પર અઢળક પ્રેમ વરસાવે જેથી તે મારા માટે શો પ્રોડ્યુસ કરી શકે.” જાેકે, પત્નીની નિરાશા દૂર કરતાં ગૌરવે કહ્યું હતું કે, સમયથી પહેલા કોઈને કંઈ નથી મળતું એટલે જ્યારે સમય આવશે ત્યારે તેને પણ સારી તક મળી જ જશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.