મોસમનો મિજાજ બદલાતાં ગીરની કેસર કેરીને અસર
(એજન્સી)ગીર સોમનાથ, ગીર સોમનાથ જીલ્લો કે, જે ગીરની પ્રખ્યાત કેસર કેરી માટે જાણીતો છે. ગીરની પ્રખ્યાત કેરીની ખુશ્બૂ દેશ વિદેશમાં વખણાય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ગીરમાં બદલતા મોસમના મિજાજના કારણે કેસર કેરીના પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
આગોતરા આવેલા ફલાવરિંગમાં ખાખડી થઈ હતી અને હવે જ્યારે રાત્રે ઝાકળ અને દિવસે તપતા તાપના કારણે ખાખડી ખરવા લાગી છે. ઇજારદાર પોતાના બગીચાઓમાં મજૂર રાખી ખાખડી વિનાવી બજારમાં તો લઈ જાય છે પરંતુ ત્યાં તેઓને યોગ્ય ભાવ મળતા નથી અને મજૂરનું મહેનતાણું પણ માથે પડે છે.
શરૂઆતના સમયમાં આંબાના ઝાડ પર મોટા પ્રમાણમાં ફ્લાવરિગ થતાં ઇજારદારને હતું કે, ચાલુ વર્ષે અઢળક કેરીનું ઉત્પાદન થશે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી મિશ્ર ઋતુના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એક તરફ મિશ્ર ઋતુના કારણે ઇજારદાર ચિંતામાં મુકાયા છે, અને મજૂરોનું મહેનતાણું પણ નીકળતું નથી.
તો બીજી તરફ બગીચા માલિકો પણ ચિંતિત જાેવા મળી રહ્યા છે. કારણે જાે આજ પરિસ્થતિ રહી તો કેસર કેરી ના ઉત્પાદન માં ઘટાડો જાેવા મળી શકે છે. બીજી તરફ બગીચામાં ખાખડી પડી રહેવા દે તો કેસર કેરીના પાક જંતુ પડી શકે છે. બદલાતા મોસમના કારણે અત્યારે કેસર કેરીના ખેડૂતો માટે ચિંતાનો વિષય છે, કારણ કે, પ્રથમ તો આંબામાં સારો એવો ફાલ આવ્યો હતો
પરંતુ પછી મિશ્ર ઋતુના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડશે. ઉલ્લેખનીય છે કે, ગીરની કેસર કેરી ભારતમાં જ નહીં પરંતુ વિદેશી લોકો પણ તેના સ્વાદના ચાહક છે, જાે આવી જ રીતે બેવડી ઋતુનો માહોલ રહેશે તો પછી કેરીના ઉતારમાં ઘટાડો નોંધાઈ શકે છે.