સુરેન્દ્રનગર કોંગ્રેસ પ્રમુખ ગીરીરાજસિંહ ઝાલાએ રાજીનામુ આપ્યું

ચૂંટણી પહેલા વધુ એક કોંગ્રેસ નેતાએ આપી દીધું રાજીનામુ
સુરેન્દ્રનગર, ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરી મહિનાઓ બાકી છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીઓમાં રાજકીય હલચલ તેજ બની છે.આ બધાની વચ્ચે કોંગ્રેસની સ્થિતિ વધુ કથળતી જાેવા મળી રહી છે. સુરેન્દ્રનગરના શહેર કોંગ્રેસ પ્રમુખે ગીરીરાજસિંહ ઝાલાએ પાર્ટી સમક્ષ રાજીનામુ ધરી દીધુ છે. પ્રમુખે તબિયત નાતંદુરસ્તના બહાના હેઠળ આ રાજીનામુ આપ્યુ છે. પ્રમુખ બાદ અન્ય કોંગ્રેસના કાર્યકરો પણ રાજીનામા આપે તેવી શકયતા સેવાઈ રહી છે. ગીરીરાજ સિંહે રાજીનામામાં લખ્યુ છે કે, મારી તબિયત સારી ન રહેતી હોવાથી હું પાર્ટીની જવાબદારી નિભાવી શકતો નથી. આ સાથે તેણે નવા ચહેરાને સાથ આપવા પણ તેણે હામી ભરી છે.
૫ સપ્ટેમ્બરે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ સમયે જ ગુજરાત યુથ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયુ. યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામુ આપ્યા બાદ પ્રદેશ મહામંત્રી વિનયસિંહ તોમરે રાજીનામુ આપ્યુ હતુ. વિનય સિંહને અમિત ચાવડાના ખાસ માનવામાં આવે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી છે,ત્યારે કોંગ્રેસની એક સાંધે, ત્યાં તેર તુટે જેવી સ્થિતિ જાેવા મળી રહી છે.
આ પહેલા વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજાનમુ આપ્યા બાદ નિવેદન આપ્યુ હતુ કે,ભારત જાેડો યાત્રા પહેલા કોંગ્રેસ જાેડો યાત્રા કરવી જાેઈએ. સાત પેઈજના પત્રમાં આક્ષેપો સાથે રાજીનામુ આપ્યુ છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં ફાટફુટ ચાલી રહી છે. અનેક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસને અલવિદા કહી ચુક્યા છે. અનેક જગ્યાએ આખી પેનલ તૂટી રહી છે. પોતાની રાજકીય જમીન મજબૂત કરવા દિવસેને દિવસે કોંગ્રેસ તૂટી રહી છે. તેવામાં વધુ એક કોંગ્રેસના નેતા દ્વારા રાજીનામુ પડ્યુ છે.