Western Times News

Gujarati News

વિધાનસભાની ચૂંટણી પહેલાં મોદી સરકાર એક્શન મોડમાં

વડાપ્રધાન સપ્ટેમ્બર માસના અંતમાં ફરી આવશે ગુજરાત- મોદી વારંવાર ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે

ગાંધીનગર,  ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. ચૂંટણીને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અત્યાર સુધીમાં અનેક વાર ગુજરાતની મુલાકાત લીધી છે. ત્યારે આ મહિનામાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત લેવાના છે.

માહિતી મુજબ ૨૯-૩૦ સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ૨ દિવસના પ્રવાસે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૯ સપ્ટેમ્બરે સુરત, ભાવનગર અને અમદાવાદમાં કાર્યક્રમ કરશે. તો ૩૦ સપ્ટેમ્બરે મેટ્રો પ્રોજેક્ટના ૨ રૂટની શરૂઆત કરાવશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં મોદી સરકાર એક્શન મોડમાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે હવે વડાપ્રધાન ફરી ૨૯-૩૦ સપ્ટેમ્બરે ગુજરાત આવશે. વડાપ્રધાન ૨૯ સપ્ટેમ્બરે સુરત, ભાવનગર અને અમદાવાદમાં કાર્યક્રમો કરશે. ૨૯ સપ્ટેમ્બરે સાંજે અમદાવાદમાં ૩૬મી રાષ્ટ્રીય રમતોનો પ્રારંભ કરાવશે.

ગુજરાત પહેલીવાર આ રમતોત્સવનું યજમાન બની રહ્યુ છે. તો ૩૦ સપ્ટેમ્બરે વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો ટ્રેનના બે રુટની પણ તેઓ શરુઆત કરાવશે. વડાપ્રધાન મોદી શહેરીજનોને નવરાત્રિના પહેલા દિવસે મેટ્રો ટ્રેનની ગિફટ આપશે. વસ્ત્રાલ-થલતેજ, છઁસ્ઝ્ર અને મોટેરા મેટ્રો રુટ તૈયાર થઇ ગયો છે.

૩ કોચ સાથે મેટ્રો ટ્રેન પ્રતિ કલાક ૮૦ કિ.મી.ની ઝડપે દોડશે. મેટ્રો ટ્રેનમાં રોજ સરેરાશ ૪૦ હજાર મુસાફરો સફર કરી શકશે. અત્યારે ટ્રેનને એક સ્ટેશનથી બીજા સ્ટેશને પહોંચતા માત્ર દોઢ મિનીટ થશે. અત્યારે વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન ચાલુ છે.

મહત્વનું છે કે,આ પહેલા ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છને (દ્ભેંષ્ઠર) વિકાસની ભેટ આપી.તેમણે કચ્છના ભુજમાં ભવ્ય રોડ શો યોજ્યા બાદ સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું. જે બાદ પીએમ મોદીએ કચ્છ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં જનસભાને સંબોધિત કરી હતી.

આ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે સ્મૃતિવન એ સમગ્ર દેશની વેદનાનું પ્રતિક છે. વર્ષ ૨૦૦૧ના વિનાશકારી ભૂકંપ બાદ કચ્છ ક્યારેય ઉભું નહીં થાય તેવું ઘણાએ કહ્યું હતું પરંતુ ભૂકંપ બાદ કચ્છનો અકલ્પનીય વિકાસ થયો, જે સમગ્ર વિશ્વ માટે રિસર્ચનો વિષય છે. કચ્છના ખમીરવંતા લોકોએ અહીંની તસવીર બદલી નાખી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.