Western Times News

Gujarati News

ગોદરેજ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200 કરોડનું રોકાણ કર્યું

મેક ઇન ઇન્ડિયા ફોર  વર્લ્ડ’ સાથે નિકાસને વેગ આપ્યો –વ્યૂહાત્મક રોકાણ વૈશ્વિક એનર્જી ટ્રાન્ઝિશનમાં ભારતની ઉપસ્થિતિને મજબૂત કરશે –70 ટકા ઉત્પાદનની છ ખંડના 40થી વધુ દેશોમાં નિકાસ કરાય છે

મુંબઇ24 ફેબ્રુઆરી2025: ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની અદ્યતન ઉત્પાદન સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200 કરોડના રોકાણની જાહેરાત કરી છે. આ રોકાણ અગાઉ રૂ. 300 કરોડના રોકાણ બાદ કરાયું છે, જે ઘરેલુ ઉત્પાદનને મજબૂત કરવાની તથા ભારતની સ્વચ્છ ઊર્જાના લક્ષ્યોને આગળ વધારવાની કંપનીની કટીબદ્ધતા દર્શાવે છે. Godrej Enterprises Group Invests ₹200 Cr to Expand Dahej Facility,

આ વિસ્તરણનો ઉદ્દેશ્ય પ્રોસેસ ઇક્વિપમેન્ટ ઉત્પાદન માટે ભારતને વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનું તથા સરકારની મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત પહેલોને અનુરૂપ છે. વધુમાં તે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મીશન અને કેન્દ્રિય બજેટમાં ઉલ્લેખ કરાયેલા દ્રષ્ટિકોણને પણ સપોર્ટ કરે છે, જે સંબંધિત પ્રોજેક્ટ્સ માટે રૂ. 37,000 કરોડની ફાળવણી સાથે સ્વચ્છ ઊર્જા ટ્રાન્ઝિશનને પ્રાથમિકતા આપે છે.

દહેજ સુવિધાના વિસ્તરણનો બીજો તબક્કો વાર્ષિક ઉત્પાદન ક્ષમતા વધારીને અંદાજે 30,000 એમટી કરશે તેમજ એક્ઝોટિક મટિરિયલના ઉત્પાદન માટે નવા ડસ્ટ-ફ્રી એન્ક્લોઝરનો વિકાસ, આંતરિક ઉત્પાદન માટે સમર્પિત બે અને વિસ્તૃત ઉત્પાદન યાર્ડનો વિકાસ શામેલ છે. આ વિસ્તરણનો ઉદ્દેશ્ય હાઇડ્રોજન, ન્યુક્લિઅર અને જીયોથર્મલ એનર્જી સાથે રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ જેવા પરંપરાગત ઊર્જા પ્રોજેક્ટ્સ જેવાં ક્ષેત્રોમાં હાઇ-એન્ડ અને મહત્વપૂર્ણ પ્રોસેસ ઇક્વિપમેન્ટની ઉત્પાદન ક્ષમતા વિકસિત કરવાનો છે.

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ હુસૈન શારિયારે કહ્યું હતું કે, વૈશ્વિક એનર્જી લેન્ડસ્કેપ સ્વચ્છ અને વધુ સ્થાયી ઉકેલો તરફના પરિવર્તનોમાંથી પસાર થઇ રહ્યું છે. ક્લિન એનર્જી સેક્ટરમાં સ્પેશિયલાઇઝ્ડ પ્રોસેસ ઇક્વિપમેન્ટની માગ સતત વધી રહી છે ત્યારે આ જટિલ જરિયાતોને પૂર્ણ કરવા માટે ઉત્પાદકોએ વિકાસ કરવો જોઇએ.

અમારી દહેજ સુવિધાનું વ્યૂહાત્મક વિસ્તરણ આ વિકાસનું નેતૃત્વ કરવાની અમારી કટીબદ્ધતા દર્શાવે છે. સ્વચ્છ ઊર્જા એપ્લીકેશન માટે અદ્યતન અને મોટાપાયે ઉપકરણોનું ઉત્પાદન કરવાની અમારી ક્ષમતામાં વધારો કરતાં અમે અમારી ઉત્પાદન સુવિધાનું પણ વિસ્તરણ કરી રહ્યાં છીએ તથા વૈશ્વિક એનર્જી ટ્રાન્ઝિશનમાં ભારતની ઉપસ્થિતિને મજબૂત કરી રહ્યાં છીએ તેમજ સમગ્ર વિશ્વમાં ગ્રાહકોને વિશ્વ-સ્તરીય ઉત્પાદન ઉકેલો ડિલિવર કરી રહ્યાં છીએ.

આ વિસ્તૃત સુવિધામાં વધુ એક એક્સટેન્ડેડ ફેબ્રિકેશન યાર્ડ હશે, જે વિશાળ અને જટિલ પ્રોસેસ ઇક્વિપમેન્ટના ઉત્પાદન માટે સમર્પિત હશે. તેમાં 16 મીટર વ્યાસ અને 140 મીટર લંબાઈ સુધીના સાધનોનો સમાવેશ થાય છે, જેમાં પ્રોસેસ મોડ્યુલો માટે ઉત્કૃષ્ટ ક્ષમતાઓ સામેલ રહેશે. વ્યૂહાત્મક રીતે મૂકવામાં આવેલ 30 મીટર X 10મીટર એડવાન્સ્ડ હીટ ટ્રીટમેન્ટ ફર્નેસ કામગીરી દરમિયાન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો સુનિશ્ચિત કરશે.

સ્થાયીપણા પ્રત્યેની તેની કટીબદ્ધતાને મજબૂત કરતાં આ સુવિધા ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ પ્રમાણપત્ર ધરાવે છે, જે પર્યાવરણીય રીતે જવાબદાર ઉત્પાદન પદ્ધતિઓ પર ભાર મૂકે છે. આ ઉપરાંત 80 ટકાથી વધુ ઓટોમેશન સાથે સુવિધા આઇઓટી-આધારિત મશીનિંગ પ્રક્રિયાઓ અને પ્રિડિક્ટિવ મેન્ટેન્સ સિસ્ટમ સહિત ઉદ્યોગ 4.0 ટેક્નોલોજીને એકીકૃત કરે છે, જે ચોકસાઇ, કાર્યક્ષમતા અને ઓપરેશનલ વિશ્વસનીયતામાં વધારો કરે છે.

આ ઉત્પાદન એકમમાં વિશેષ સી-ગોઇંગ જેટ્ટી પણ છે, જે આંતરરાષ્ટ્રીય માર્કેટ માટે ઓવર-ડાઇમેન્શન ઇક્વિપમેન્ટનું સીધું લોડિંગ અને પરિવહન સક્ષમ કરે છે. હાલમાં તેના ઉત્પાદનના 70 ટકા છ ખંડના 40થી વધુ દેશોમાં નિકાસ કરાય છે, જેમાં અમેરિકા અને મધ્યપૂર્વ ઉપર વિશેષ ધ્યાન અપાય છે.

આ વિસ્તરણ ભારતના નેશનલ ગ્રીન હાઇડ્રોજન મીશન અને નેટ-ઝિરો લક્ષ્યોને પણ અનુરૂપ છે, જે ક્લિન એનર્જી ટેક્નોલોજી અને ઔદ્યોગિક ઉત્પાદનમાં લીડર બનવાની દેશની મહાત્વાકાંક્ષાને સપોર્ટ કરે છે તેમજ અદ્યતન એન્જિનિયરીંગ ઉકેલો ડિલિવર કરીને દેશની ક્ષમતામાં વધારો કરે છે. તે ક્લિન એનર્જી સેક્ટરની વધતી જરૂરિયાતોને પણ પૂર્ણ કરે છે.

ન્યુક્લિઅર, હાઇડ્રોજન અને જીયોથર્મલ એનર્જી સોલ્યુશન્સની વધતી જતી વૈશ્વિક માંગ સાથે આ સુવિધા વિશ્વભરના ઉદ્યોગોને ઉચ્ચ-ગુણવત્તાવાળા, લાર્જ-સ્કેલ પ્રોસેસ ઇક્વિપમેન્ટ પૂરા પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તે વિકસિત ભારતના વિઝનમાં યોગદાન આપવામાં, હાઇ-વેલ્યુ ઔદ્યોગિક ઉત્પાદન અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવામાં કંપનીની ભૂમિકાને પણ મજબૂત બનાવે છે. અદ્યતન ટેક્નોલોજી અને સ્થાયી પ્રથાઓનો લાભ લઈને ગોદરેજ ભારતની આર્થિક અને ઉર્જા સુરક્ષામાં યોગદાન આપવાનું ચાલુ રાખે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.