ગોદરેજ ઇન્ટિરિયોએ ગુજરાતમાં મોડ્યુલર ફર્નિચર હેઠળ તેનું નવું કલેક્શન રજૂ કર્યું
અમદાવાદમાં લોન્ચ કરેલુ 5,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું આઉટલેટ ગ્રાહકોને ફ્લેક્સિબિલિટી અને ફંક્શનાલિટી ઓફર કરતી તેમની મોડ્યુલર રેન્જ દર્શાવશે
અમદાવાદ, ગોદરેજ ગ્રુપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બોય્સે જાહેરાત કરી છે કે હોમ અને ઓફિસ ફર્નિચરમાં અગ્રણી તેના બિઝનેસ ગોદરેજ ઇન્ટિરિયોએ અમદાવાદમાં શેલામાં સાણંદ રોડ ખાતે તેનું નવું આઉટલેટ લોન્ચ કર્યું છે. 5,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો આ સ્ટોર ભારતમાં પશ્ચિમ બજારો તથા અમદાવાદ વિસ્તારમાં ગોદરેજ ઇન્ટિરિયોની રિટેલ હાજરીને વેગ પૂરો પાડશે. Godrej Interio Introduces their new collection under the Modular Furniture in Gujarat.
અમદાવાદના ઊભરતા રહેઠાણ વિસ્તાર શેલામાં આવેલો સ્ટોર વિવિધ સ્ટાઇલ્સ તથા ફિનિશિંગમાં હોમ સ્ટોરેજ, હોમ ફર્નિચર, કિચન ફર્નિચર અને મેટ્રેસીસમાં ખાસ તૈયાર કરેલી ક્વોલિટી પ્રોડક્ટ્સ રજૂ કરશે. આ ઉપરાંત અમે ક્રિએશન એક્સ3 રેન્જ પણ રજૂ કરી છે જે કોઈપણ ઘરમાં ઉપલબ્ધ જગ્યામાં કસ્ટમાઇઝ રીતે ફિટ થઈ શકે તેવા મોડ્યુલર સ્ટીલ સ્ટોરેજ સોલ્યુશન્સ છે.
બ્રાન્ડ આગામી ત્રણ વર્ષમાં ગુજરાતમાં કિચન્સ કેટેગરીમાં 20 ટકા હિસ્સો તથા સ્ટીલ વોર્ડરોબનો 25 ટકા હિસ્સો મેળવવાનું લક્ષ્યાંક રાખે છે. ઉપલબ્ધ મોડ્યુલર ફર્નિચર આઇટમ્સને ઘરના તમામ ઇન્ટિરિયર્સ માટે ઉપયોગ કરી શકાય છે તેનું આ એક જ ઉદાહરણ છે. ગુજરાતમાં ગ્રાહકોની માંગ વધી રહી છે ત્યારે ગોદરેજ ઇન્ટિરિયો તેના ગ્રાહકો માટે વધુ એક્સેસીબિલ તથા સરળ ખરીદીનો અનુભવ પૂરો પાડવા માટે તેની ઓમ્નીચેનલ હાજરીને મજબૂત કરવા માટે કૃતનિશ્ચયી છે. નવા સ્ટોરના લોન્ચની ઊજવણી માટે બ્રાન્ડ ચોક્કસ કેટેગરી પર તેના ગ્રાહકો માટે યુનિટ દીઠ રૂ. 2999માં રિક્લાઇનર્સ અથવા 30 ટકા સુધીના ડિસ્કાઉન્ટની પ્રારંભિક સ્કીમ આપી રહી છે.
હાલમાં બ્રાન્ડ ગુજરાતભરમાં 25થી વધુ ચેનલ પાર્ટનર્સ, 12 એક્સક્લુઝિવ શોરૂમ્સ અને 35 રિટેલર્સ ધરાવે છે. કુલ મળીને તેઓ પશ્ચિમી ભારતમાં 110 ચેનલ પાર્ટનર્સ ધરાવે છે. તેઓ આગામી ત્રણ વર્ષમાં 15 એક્સક્લુઝિવ શોરૂમ્સ અને 200થી વધુ રિટેલર્સ લોન્ચ કરીને પશ્ચિમી વિસ્તારમાં તેમની રિટેલ હાજરી વિસ્તારવાની અને નાણાંકીય વર્ષ 2026-27 સુધીમાં રૂ. 350 કરોડની આવક સુધી પહોંચવાની યોજના ધરાવે છે.
ચંદીગઢમાં નવા સ્ટોરના મહત્વ વિશે ગોદરેજ ઇન્ટિરિયોના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ (બીટુસી) દેવ સરકારે જણાવ્યું હતું કે “અમારા ફર્નિચરની રેન્જ ગ્રાહકોની જરૂરિયાતો પર અમારા વ્યાપક સંશોધનને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં તથા તે કિંમતો પર રાખવામાં આવી છે. ગુજરાતમાં ગ્રાહકોની તમામ પ્રકારની હોમ ફર્નિચરની જરૂરિયાતો પૂરી કરવા અમે પ્રયત્નશીલ છીએ.
12 ટકા બજાર હિસ્સા સાથે ગોદરેજ ઇન્ટિરિયોએ ગુજરાતમાં નોંધપાત્ર ગ્રાહક આધાર ઊભો કર્યો છે અને આગામી 3 વર્ષમાં અમારો હિસ્સો વધારીને 25 ટકા સુધી કરવા આતુર છીએ. ગુજરાતમાં હોમ ફર્નિચર માર્કેટ 20 ટકાથી વધુની સ્થિર વાર્ષિક વૃદ્ધિ જોવાઈ રહી છે જેમાં લક્ઝરી રહેણાંક સ્થળો તથા હાઇ-રાઇઝ એપાર્ટમેન્ટ્સ માટેની માંગમાં નોંધપાત્ર વધારો જોવાયો છે.
અમે આ સેગમેન્ટમાં મોડ્યુલર, કસ્ટમાઇઝ કરી શકાય તથા ગ્રાહકોની ઊભરતી સુંદર જરૂરિયાતો સાથે મેળ ખાય તેવા ફર્નિચરની લોકપ્રિયતામાં પણ વધારો જોયો છે. આ ઉપરાંત અમે કિફાયતી મકાનો માટે પણ માંગમાં વધારો જોયો છે જેના માટે અમે ઇકો રેન્જ તૈયાર કરી છે. આ સમર્પિત કલેક્શન સ્ટાઇલિશ છતાં બજેટ-ફ્રેન્ડલી ફર્નિચર વિકલ્પો ઇચ્છતા કિંમતો પ્રત્યે સભાન ગ્રાહકોની જરૂરિયાતો પ્રમાણે તૈયાર કરવામાં આવ્યું છે. સ્પેશિયલાઇઝ્ડ હોમ ફર્નિચર અને હોમ સ્ટોરેજ સોલ્યુશન રજૂ કરવા સાથે અમે આ નાણાંકીય વર્ષમાં ગુજરાત અને અમદાવાદમાં અમારી હાજરી મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”
મજબૂત બ્રાન્ડ માન્યતાના લીધે અમે નિશ્ચિત છીએ કે બ્રાન્ડ ગ્રાહક આધારમાં હજુ વધારો કરશે અને ઝડપથી વિસ્તરી રહેલા ગોદરેજ ઇન્ટિરિયો પરિવારમાં હજુ વધુ વફાદાર ગ્રાહકો જોડશે.
ગોદરેજ ઇન્ટિરિયો દ્વારા બહાર પડાયેલા હોમસ્કેપ્સ અભ્યાસ ઘર અને હોમ ડેકોર પસંદગીમાં ગ્રાહકોના વ્યક્તિત્વ તથા મૂલ્યોની અનોખી અભિવ્યક્તિ રજૂ કરે છે. આ અભ્યાસ મુજબ અડધાથી વધુ ભારતીય ગ્રાહકો (58 ટકા) સ્વતંત્ર રીતે પહેલી વખત ખરીદેલા ફર્નિચર માટે ખૂબ જ લાગણીકીય જોડાણ દર્શાવ્યું હતું. આ ઉપરાંત નોંધપાત્ર એવા 74 ટકા સહભાગીઓ માને છે કે તેમના ઘરોના ફર્નિચર, ફર્નિશિંગ્સ તથા ડેકોર ન કેવળ વ્યક્તિગત વિકાસ રજૂ કરે છે પરંતુ પ્રોફેશનલ તથા નાણાંકયી પ્રગતિ પણ સૂચવે છે. દેશભરના 2,822 ભારતીયોમાં હાથ ધરેલો આ સર્વે લોકો પોતાના લિવિંગ સ્પેસ સાથે લાગણીકીય અને મહત્વાકાંક્ષી જોડાણ ધરાવે છે તે અંગે મૂલ્યવાન આંતરદ્રષ્ટિ પૂરી પાડે છે.