ભારત સરકાર મહિલા બિલ દ્વારા મહિલાઓ માટે સારૂ કામ કરી રહી છે
નવી દિલ્હી, દેશની સંસદમાં રજૂ કરવામાં આવેલા મહિલા આરક્ષણ બિલ તરફ સૌ કોઈનું ધ્યાન ખેંચી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ તેને નારી શક્તિ વંદન વિધેયક નામ આપ્યું છે. આ બિલને લઈને સદનમાં પક્ષ વિપક્ષે પોતાના તર્ક રજૂ કર્યા હતા.
આ દરમ્યાન હવે પાકિસ્તાનમાંથી આવેલી સીમા હૈદરે પણ મહિલા આરક્ષણ બિલ પર ખુલીને વાત કરી છે. સીમાએ મહિલા અધિકારો અને તેમના આત્મસન્માન પર ભારત અને પાકિસ્તાનની વચ્ચે તુલના કરતા કહ્યું કે, ભારતમાં મહિલાઓને દેવી માનવામાં આવે છે. તો વળી પાકિસ્તાનમાં લોકો મહિલાને પગના જૂતા સમજે છે.
પાકિસ્તાની મહિલા સીમા સચિન મીણાએ પાકિસ્તાન સરકાર પર ગુસ્સો ઠાલવતા કહ્યું કે, ભારત સરકાર મહિલા બિલ દ્વારા મહિલાઓ માટે બહુ મોટુ કામ કરવા જઈ રહી છે. પાકિસ્તાનના લોકો અને ત્યાંની સરકાર મહિલાઓને પગના જુતા સમજે છે. તો વળી ભારતમાં મહિલાઓને દેવી માનવામાં આવે છે અને સન્માન આપવામાં આવે છે. સીમા હૈદરે કહ્યું કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહિલાઓને સન્માન આપી રહ્યા છે. આ ખૂબ જ ખુશીની વાત છે.
ભારત માતાની જય. હકીકતમાં જાેઈએ તો, સીમા હૈદર પબજી ગેમ રમતા નોઈડાના સચિન મીણાના સંપર્કમાં આવેલી અને બાદમાં પ્રેમ થતાં ગેરકાયદેસર રીતે ભારત આવી હતી. સીમા હૈદરે દાવો કર્યો છે કે, તેણે સચિન મીણા સાથે લગ્ન કરી લીધા છે અને તે હિન્દુ રીતિ રિવાજને ફોલો કરે છે. સીમા હૈદરને ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ અને યૂટ્યૂબ ચેનલ પણ છે. સીમા મોટા ભાગે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો નાખે છે અને ખૂબ જ વાયરલ પણ થાય છે.SS1MS