‘રખડતા ઢોર નિયંત્રણ કાયદો’ સરકારે પાછો ખેચતા હાઇકોર્ટમાં આ મુદ્દો નવો વળાંક લેશે?!
તસવીર ગુજરાત હાઇકોર્ટની છે ઇન્સેટ તસવીર ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી અરવિંદ કુમાર જસ્ટીસ એ.જે.શાસ્ત્રીની છે તેમની ખંડપીઠે રખડતા ઢોરને કારણે સર્જાતી સમસ્યા અંગે પોતાનું કર્તવ્ય નિભાવતા કહેવું પડ્યું કે “અમારો હેતુ વિશાળ છે અને સમગ્ર રાજ્યની પરિસ્થિતિ સુધારવા માગીએ છીએ અને
સમગ્ર રાજ્ય માટે ચિંતિત છીએ સરકારે રખડતા ઢોર માટે કાયદો (Gujarat Cattle Control (Keeping and Moving)In Urban Areas bill) બનાવ્યો છે તેની શું પરિસ્થિતિ છે”! રખડતા ઢોરને કારણે રોડ પર અકસ્માત થાય છે ટ્રાફિક થાય છે અમે પોલીસ કમિશનરને આદેશ કરીએ છીએ કે તે પ્રસ્તાવિક એક્શન પ્લાન રજૂ કરે અદાલતે ત્યાં સુધી કહેલું કે હાઇકોર્ટના આદેશની અવગણના કરે છે
અને તેના અમલવારી માટે માનતા નથી તેમની સામે આખરી કાર્યવાહીની ઘડી પાકી થઈ ગઈ છે તો આ સંજાેગો માં ગુજરાત રાજ્ય ના ગવર્નરે ઢોર નિયંત્રણ કાયદો સરકાર ને પરત મોકલતા અને સરકારે પાછો ખેચતા હવે નવી કાનૂની પરિસ્થિતિ સર્જાઈ છે
બીજી તસવીર ગુજરાત રાજ્યની વિધાનસભા ની છે આ વિધાનસભા એ ગુજરાત હાઇકોર્ટ ના નિર્દેશ પછી રખડતા ઢોર નિયંત્રણ કાયદો ઘડ્યો ત્રીજી તસ્વીર ગુજરાત રાજ્ય ના ગવર્નર ની છે સરકાર વિવાદ માં સપડાતા ગુજરાત રાજ્ય ના રાજપાલે રખડતા ઢોર નિયંત્રણ કાયદો સરકાર ને પરત મોકલી બચવાની તક આપી ?!
અને સરકારે ૨૦૨૨ ની ચુટણી ને લક્ષ્ય માં રાખી વિવાદાસ્પદ કાયદો પાછો ખેચ્યો !! અહિયાં સવાલ એ ઉભો થયો છે કે ગુજરાત ના લોકો ની રખડતા ઢોર ને લઇ ને ઉભી થેલી સમસ્યા નો હલ શું? ટ્રાફિક સમસ્યા નો હલ શું અને ભારત ના વડાપ્રધાને કર્તવ્ય પથ પર ચાલવાનો સંદેશો આપ્યો તેનું શું??!
આવા અનેક સવાલો હવે તો જાગૃત વકીલો ઉઠાવી રહ્યા છે કે સરકાર હાઇકોર્ટના આદેશની અવગણના કરી કંટેમ ઓફ કોર્ટનો સામનો કરવા તૈયાર થશે? પણ પ્રજાના વ્યાપક હિતમાં કર્તવ્યપથ પર ચાલવા કોઈ તૈયાર નથી તેનું શું ? શું ગુજરાતના દરેક નેતાઓ પોતાનો કર્તવ્ય નિભાવી શકે એ માટે દરેકને દિલ્હીના કર્તવ્યપથ પર રોજ સવારે ચાલવા મોકલવા પડશે?! નરેન્દ્રભાઈ શું રસ્તો કાઢશે ?! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા )
“જે દેશના માણસો સારા હોય તે દેશની સરકાર ખરાબ ન હોઈ શકે”! – વિલિયમ પેન
મહાન વિચારક વેટલી એ સુંદર રીતે કહ્યું છે કે “માણસ પોતાનું હિત સાધે એટલા માટે સ્વાર્થી ન કહેવાય પણ પડોશીના હિત તરફ દુર્લભ કરે ત્યારે તેને કારણે તે સ્વાર્થી ગણાય”!! ત્યારે વિલિયમ પેન નામના સાહિત્યકાર અને ચિંતા કે કહ્યું છે કે “જે દેશમાં માણસો સારા હોય તે દેશની સરકાર ખરાબ ન હોઈ શકે”!!
દેશના ન્યાયાધીશો એ પોતાના કર્તવ્ય કર્મ કરીને દેશના બંધારણની રક્ષા કરે છે માનવ અધિકારની રક્ષા કરે છે! લોકશાહી મૂલ્યોની રક્ષા કરે છે! પ્રત્યેક નાગરિકના સ્વાતંત્ર્યની રક્ષા રખેવાળી કરે છે! જેને લઈને ભારતીય મતદારો સલામત છે! ન્યાયાધીશો નિષ્પક્ષ અને નીડરતાથી ફરજ બજાવે છે!
હૃદય અને મનના દરવાજા ખુલ્લા રાખી પોતાનું કર્તવ્ય નિભાવે છે પરંતુ જ્યારે મતદારો પોતાનું કર્તવ્ય પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા વગર નિભાવે છે એટલે વિરોધ પક્ષ નબળો બને છે અને લોકોએ ‘સરકાર’ સામે લોકોએ આંદોલન કરવા પડે છે અને સરકાર સરકારો પોતાની વોટબેંક સાચવવા સામાન્ય પ્રજાના હિતની વિરૂધ્ધ પીછેહઠ પણ કરવી પડે છે
રખડતા ઢોર નિયંત્રણ વિધેયક કાયદામાં સરકારે કરેલી પીછેહટ તેનું ઉત્તમ ઉદાહરણ છે ત્યારે હવે ગુજરાત હાઇકોર્ટ શું કરશે?! નેતાઓ, અધિકારીઓ, કર્તવ્ય પથ પરથી પસાર થશે ત્યારે તેમને પોતાનું કર્તવ્ય નિભાવવાની પ્રેરણા મળશે – નરેન્દ્રભાઈ મોદી
સાયરસે સરસ કહ્યું છે કે “નિષ્ઠાપૂર્વક કામ કરો નામ તમારી પાછળ દોડતું આવશે”!! ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજપથનું નામ બદલીને કર્તવ્યપથ કર્યું અને તેમણે ભારતીયોને સંદેશો આપતા કહ્યું કે “રાજપથ એ ગુલામી નું પ્રતીક હતું! કર્તવ્ય પથ એ આઝાદીનું પ્રતીક છે
અને તેમણે મહત્વપૂર્ણ રીતે કહ્યું કે બ્રિટિશ ‘રાજપથ’ પરથી પસાર થનારમાં કર્તવ્યની ભાવના ક્યાંથી આવે? હવે કર્તવ્ય પથ પરથી પસાર થતાં નેતાઓ, સાંસદો, અધિકારીઓને કર્તવ્ય પથ પરથી ચાલવાની પ્રેરણા મળશે તેમને શ્રમિકોના અદભુત કર્તવ્યની સરાહના કરતા કહ્યું કે શ્રમિકો ના આભૂત પૂર્વક કર્તવ્યને લઈને વિકાસને ગતિ મળી છે !!
આજે કર્તવ્ય નિભાવવાની વાત છે તો શું દેશના દરેક નેતા, દરેક લોક પ્રતિનિધિ, દરેક અધિકારી અને દરેક નાગરિક તેને અનુસરસે જાે દરેક આને અનુસરશે તો હાઇકોર્ટની ટકોર બાદ બનેલા રખડતા ઢોર નિયંત્રણ ધારરાની પુના સમીક્ષા કરવાની જરૂર ના પડી હોત!!