ViksitGujaratBudge:ગુજરાત સરકારે જાહેર કરી ‘જનરક્ષક યોજના’
112 – એક જ નંબર પર મળશે પોલીસ, ફાયર બ્રિગેડ સહિતની ઇમરજન્સી સેવાઓ
નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ મહત્વની જાહેરાત કરી છે. જેમાં નંબર 112 ડાયલ કરવાથી પોલીલ, ફાયર બ્રિગેડ અને બીજી ઈમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થશે.રાજ્યમાં પોલીસ અને સાધનોથી સુસજ્જ 1100 જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે. આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી જશે.