11 હજાર કર્મચારીઓની ગુજરાત સરકાર કાયમી ધોરણે કરશે ભરતી
ગાંધીનગર, સરકારી નોકરીની રાહ જોતા યુવાનો માટે આવી ગઈ છે સોનેરી તક. ગુજરાત સરકારમાં એક સાથે લાંબા સમય પછી થઈ રહી છે આટલી મોટી સરકારી ભરતી. આ મોકો ચુકતા નહીં, ઝડપી લેજો તક. આ જાહેરાતની સાથે જ ફરી એકવાર ગુજરાતના યુવાનો માટે સરકારી નોકરીનો માર્ગ મોકળો થઈ ગયો
છે.
સરકારી નોકરીની રાહ જોતા, ખાસ કરીને ટેકનિકલ અભ્યાસ, આઈટીઆઈમાં અભ્યાસ કરીને આવી ભરતીની રાહ જોતા વિદ્યાર્થીઓ માટે પણ આ મોટી તક બની રહેશે. આજે વાહન વ્યવહાર મંત્રીએ વિધાનસભા ગૃહમાં અનેક મોટી જાહેરાતો કરી. જેમાંથી સૌથી મોટી જાહેરાત એ હતીકે, આગામી સમયમાં એટલેકે, ચાલુ વર્ષમાં જ ૨૦૨૪ના અંત સુધીમાં ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ અંતર્ગત
આવતા એસ.ટી. વિભાગમાં ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક સહિત અલગ અલગ વિભાગોમાં કુલ ૧૧ હજાર કરતા વધારે કર્મચારીઓની કાયમી ધોરણે ભરતી કરવામાં આવશે. ચાલુ વર્ષના અંત સુધીમાં જ સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે. ગુજરાત વિઘાનસભામાં વિભાગ અંગે પૂછાયેલાં સવાલના જવાબમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી છે.