ગુજરાતીઓને ફરવા માટે મળ્યું નવું લોકેશન: બોર્ડર પર સેલ્ફી પોઇન્ટ
ભારત પાકિસ્તાન બોર્ડર પર સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યા
(એજન્સી)પાલનપુર, તહેવારો તેમજ રજાઓના દિવસોમાં લોકો ફરવા માટે હિલ સ્ટેશનો તેમજ યાત્રાધામોમાં જતા હોય છે પરંતુ હવે ગુજરાતીઓનો ટ્રેન્ડ બદલાયો છે.
તહેવારોના સમયમાં નડાબેટ તેમજ ભારત પાક ઇન્ટરનેશનલ બોર્ડર પાસે આવેલ ઝીરો પોઇન્ટ પર પ્રવાસીઓની ભીડ જાેવા મળે છે. આ વખતે રક્ષાબંધનના તહેવારમાં પણ અહીં ભીડ જાેવા મળી હતી. રાજ્ય સરકાર અને ગુજરાત ટુરિઝમ દ્વારા જ્યારથી નડાબેટનો વિકાસ કરવામાં આવ્યો છે
અને પ્રવાસીઓ માટે ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર પાસે આવેલ ઝીરો પોઇન્ટને ખુલ્લો મુકવામાં આવ્યો છે ત્યારથી તહેવારોના સમયમાં પ્રવાસીઓની ભીડ નડાબેટ તેમજ ઇન્ટરનેશનલ બોર્ડર પર જાેવા મળી રહ્યો છે. તહેવારોના સમયમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ નડાબેટ ખાતે ઉમટતા દેશભક્તિનું અનોખો વાતાવરણ સરહદ પર ઉભું થાય છે.
બીએસએફ દ્વારા નડાબેટ ખાતે અટારી બોર્ડર જેવી પરેડ શરૂ કરવામાં આવી છે તે ઉપરાંત નડાબેટ ખાતે બીએસએફનું મ્યુઝિયમ પણ આવેલ છે. ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર પર સરહદ પર સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. આ સેલ્ફી પોઇન્ટ માટે દૂર દૂરથી પ્રવાસીઓ તહેવારોના સમયમાં ઉમટી પડે છે.
રક્ષાબંધનના તહેવારને લઈને સરહદ પર ફરજ નિભાવતા દેશના જવાનોને રાખડી બાંધવાનો ટ્રેડ પણ જાેવા મળી રહ્યો છે. નડાબેટ બોર્ડર ખાતે આર્ટ ગેલેરી, મ્યુઝિયમ પ્લેરીયા,ઓડિટોરિયમ, ફૂડ ઝોન ,વિશાળ ગાર્ડન,બાળકો માટે ગેમ ઝોન, સહિત અનેક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે .
નડાબેટ ખાતે માતા નડેશ્વરી નું મંદિર પણ ૫૦૦ મીટર નજીક આવેલું છે. અહીં આવેલા મંદિરના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે. નડાબેટ બોર્ડર ઉપર મ્યુઝીયમ બનાવવામાં આવ્યું છે, જેમાં સરહદ પર જવાનો કઈ રીતે ૩૬૫ દિવસ ફરજ બજાવે છે, તે લાઇફમાં એક થીમ બનાવી છે સૈનિકોના પૂતળા મુકવામાં આવ્યા છે.
અહીં દરરોજ સાંજે ૫ઃ૦૦ વાગે પરેડ યોજાય છે.આ ટુરિઝમ પ્રોજેકટ પર આવતા પ્રવાસીઓ માટે નાસ્તાની જમવાની પણ વ્યવસ્થા કરાઈ છે.સાથે બાળકો માટે ગેમિંગ જાેન પણ બનાવ્યું છે. જેમાં બાળકો ગેમ રમી પણ શકે છે.