ગુસ્સો કરવામાં દેશમાં ત્રીજા ક્રમે ગુજરાતીઓ
(એજન્સી)નવીદિલ્હી, સંયુકત રાષ્ટ્રના એક અહેવાલ અનુસાર,પાકિસ્તાન ભારત કરતા વધુ ખુશ દેશ છે. ર૦મી માર્ચ એટલે કે વર્લ્ડ હેપીનેસ ડે નિમીત્તે સંયુકત રાષ્ટ્રે હેપીનેસ ઈન્ડેક્ષ રીપોર્ટ જાહેર કર્યો છે. આમાં ભારત ૧ર૬માં સ્થાને છે. તે જ સમયે આર્થિક સંકટનો સામનો કરી રહેલ આપણો પાડોશી દેશ પાકિસ્તાન આ યાદીમાં ૧૦૮માં નંબર પર છે.
આ ૧૪૩ દેશની સમૃદ્ધિ માપવા માટે છ પેરામીટર પર પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં સંબંધીત દેશના માથાદીઠ જીડીપી, સામાજીક સહયોગ ઉદારતા અને ભ્રષ્ટાચાર સામાજીક સ્વતંત્રતા સ્વસ્થ જીવનના આધારે રેકીગ કરવામાં આવ્યું હતું.ે
ફિનલેન્ડે સતત સાતમી વખત વિશ્વનાસૌથી ખુશ દેશોની યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. અહી માત્ર પપ લાખની વસ્તી છે. તે જ સમયયે અફઘાનિસ્તાનમાં છેલ્લા સ્થાને રહયું. રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સૌથી વધુ ખુશ દેશો યુરોપીયન છે.
છેલ્લા ૧૧ વર્ષથી વર્લ્ડ હેપીનેસ રીપોર્ટ તૈયાર કરવામાં આવી રહયો છે. તે સૌપ્રથમ ર૦૧રમાં તૈયાર કરવામાં આવ્યું હતું. અને તૈયાર કરવા માટે લોકોની ખુશીનું મુલ્યાંકન કરવાની સાથે આર્થિક અને સામાજીક ડેટાને પણ ધ્યાનમાં લેવામાં આવે છે, તે ત્રણ વર્ષના સરેરાશ ડેટાના આધારે શુન્યથી ૧૦ સુધીના હેપીનેસને સ્કેલ આપે છે.
આ વખતે ર૦ર૧-ર૦ર૩ના ડેટા જોવા મળ્યો હતો. જોકે, સંયુકત રાષ્ટ્રના આ લેટેસ્ટ રીપોર્ટ ઈઝરાયયેલ-હમાસ યુદ્ધ પહેલા તૈયાયર કરવામાં આવ્યો હતો. એટલા માટે યુદ્ધ લડી રહેલું ઈઝરાયેલ પાંચમાં નંબર પર છે.
દેશનાં ર૦ મોટાં રાજયમાં ખુશીના માપદંડોની દ્રષ્ટિએ કેરળ પહેલા અને હીમાલય બીજા ક્રમે છે જયારે ઝારખંડ, ર૦મા અને યુપી ૧૯માં સ્થાન સાથે સૌથી પછાત છે. આ યાદીમાં પંજાબચોથા, મહારાષ્ટ્ર આઠમાં છત્તીસગઢડ, ૧રમા હરીયાણા ૧૧માં રાજસ્થાન ૧૩મા એમપી ૧૪મા ગુજરાત ૧૬માં અને બિહાર ૧૮માં ક્રમે છે.
જોકે દિવસમાં સૌથી વધુ હસવા સ્મિત કરવામાં રાજસ્થાન ૦.૭૧ સ્કોર સાથે એમપી ૦.૭૦ કરતાં આગળ છે. સૌથી વધુ વાર ગુસ્સો કરવામાં ઝારખંડ ૦.૮૧ સાથે ટોચ પર છે. યાદીમાં યુપી ૦.૭૯ બીજા અને ગુજરાત ૦.૭૪ ત્રીજા ક્રમે છે.
પુરુષો કરતાં મહીલાઓ વધુ નિશ્ચિત અને ખુશી અનુભવે છે. ૬૮ ટકા મહીલાઓએ કહયું છેલ્લા થોડા દિવસથી તેઓ ખુશ રહે છે. કેટલીકી વાર હસ્યાં છે જયાયરે ૬૬ ટકા પુરુષોએ જ ખુશ હોવાની વાત સ્વીકારી હતી.