યુકે રિટર્ન બોગસ ધનાઢ્ય ચાચા ડેવિડ મિશ્રાના મિલકત સંબંધી ખોટા દાવાનું સોશિયલ મિડિયા પર ઘેલું
અનુપ ઉપાધ્યાય એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં વિભૂતિ નારાયણ મિશ્રા (આસીફ શેખ)નો યુકે રિટર્ન બોગસ ધનાઢ્ય ચાચો ડેવિડ મિશ્રાની ભૂમિકા ભજવી રહ્યો છે તે ઘેર ઘેર ચર્ચિત નામ બની ગયું છે. અમે હાલમાં જ ઉદ્યોગમાં તેના પ્રવાસ અને આ મજેદાર કોમેડી શોમાં તેને મળેલી ભૂમિકા વિશે રસપ્રદ વાતો કરી.
1. તારી અભિનયની કારકિર્દી કઈ રીતે શરૂ થઈ?
મારો અભિનેતા તરીકે પ્રવાસ ઉતારચઢાવનો રહ્યો છે. હું અલીગઢના બહુ નાના શહેર ગંજ દુંડવારાનો છું. ગ્રેજ્યુએશન પછી હું અભિનય કરવા માટે દિલ્હી આવ્યો. મને ભારતના અત્યંત લોકપ્રિય ઉર્દુ, હિંદી નાટકકાર, રંગમંચ દિગ્દર્શક, કવિ અને અભિનેતા સ્વ. હબીબ તન્વીર સાહબ સાથે કામ કરવાનો મોકો મળ્યો તે માટે પૂરતો ભાગ્યશાળી છું.
તેમને કારણે થિયેટરમાં મારે માટે તકોનાં દ્વાર ખૂલી ગયાં. મેં આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક નાટકો ભજવ્યાં. જોકે ટેલિવિઝન ઉદ્યોગમાં મને સારો બ્રેક મેળવવાનું આસાન નહોતું. એક દિવસ મારી મુલાકાત મનોજ સંતોષી સાથે થઈ. તે પણ ઉદ્યોગમાં પોતાને સ્થાપિત કરવા કામ કરતો હતો. અમે લાંબા સમયથી સહયોગીએ છીએ.
આ જ રીતે હું શશાંક બાલીજીને મળ્યો, જેમણે તેમના એક શોમાં મને કેમિયો આપ્યો અને આ રીતે ટેલિવિઝન ઉદ્યોગમા મારો પ્રવાસ શરૂ થયો. તે સમયે મને મામાજીની ભૂમિકા ભજવવા માટે અશ્વિની ધીરજીનો ફોન આવ્યો, જે પાત્ર તુરંત હિટ થયું.
ટૂંક સમયમાં જ મને ભાભીજી ઘર પર હૈમાં ડેવિડ મિશ્રાની ભૂમિકા મળી, જે પણ બહુ લોકપ્રિય બન્યું અને આજે ઘેર ઘેર ચર્ચિત નામ છે. હું હંમેશાં મારા પ્રવાસનો હિસ્સો બનવા માટે અને મને આવાં રોમાંચક પાત્ર આપવા માટે આ બધાનો આભારી રહીશ.
2. દર્શકોમાં ડેવિડ મિશ્રાનું પાત્ર લોકપ્રિય કઈ રીતે બન્યું?
ડેવિડ મિશ્રા વિભૂતિ મિશ્રા અને અનિતા મિશ્રાનો યુકે રિટર્ન બોગસ ધનાઢ્ય ચાચા છે. તે હંમેશાં પોતાના ભાણેજ વિભૂતિને પોતાની બધી મિલકતો આપવાનાં ખોટાં વચનો આપે છે, જેને લીધે તેમની વચ્ચે ભરપૂર મોજ અને ગેરસમજૂતી પેદા થાય છે.
ડેવિડ મિશ્રા વિભૂતિ અને અનિતા માટે પિતાતુલ્ય છે અને હંમેશાં તેમની સમસ્યાઓમાં તેમની પડખે રહે છે, પરંતુ અમુક વાર તે પોતે સમસ્યાઓ પેદા કરે છે (હસે છે). મારા કામની સરાહના થઈ, મારા પાત્રને પ્રેમ મળ્યો અને અમારા શો માટે આવા હૃદયસ્પર્શી ટેકા માટે હું લોકોનો આભારી છું.
3. ડેવિડની ભૂમિકા મળવા પાછળની વાર્તા કહેશે?
તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આરંભમાં મને ભાભીજી ઘર પર હૈમાં અન્ય મહત્ત્વપૂર્ણ સપોર્ટિંગ પાત્ર ભજવવા માટે પસંદ કરાયો હતો. જોકે મારી અગાઉના કમિટમેન્ટ્સને લીધે કોઈક રીતે તે શક્ય બન્યું નહીં.
જોકે ડેવિડની ભૂમિકા માટે શશાંક બાલીજીને લાગ્યું કે હું તેમાં બરોબર બંધ બેસી જઈશ અને તેથી આ કોમેડી શોનો હિસ્સો બનવાની મને તક મળી. પાત્ર મને સમજાવવામાં આવ્યું ત્યાર પછી બધું યથા સ્થાને ગોઠવાયું અને હું તુરંત પાત્રમાં ઊંડાણમાં ઘૂસી ગયો.
4. ભાભીજી ઘર પર હૈમાં ડેવિડ મિશ્રાની ભૂમિકા ભજવવા માટે તને મળતા પ્રતિસાદ વિશે કહેશે?
પ્રતિસાદ અદભુત છે. દર્શકોને પડદા પર ડેવિડને જોવાનું ગમે છે. બધા જ એક પ્રશ્ન અચૂક પૂછે છેઃ ડેવિડ ચાચાની લંડનમાં આખરે કેટલી મિલકતો છે? (હસે છે) અને મારો પ્રતિસાદ એ છે કે અંદાજ લગાવતા રહો. તેની મિલકત વિશે આવું કોઈ ઝાઝું રહસ્ય કે ઉત્સુકતા નથી એવા મેમ્સ અને પોસ્ટ લોકોએ કરવાનું શરૂ કર્યું છે, જે હાસ્યસભર છે.
ડેવિડ મિશ્રાના મિલકતો અંગે ખોટા દાવાઓ સોશિયલ મિડિયા પર ઘેલું બની ચૂક્યા છે. મને અગણિત હાસ્યસભર મેમ્સ મળી રહ્યા છે, જે ડેવિડ મિશ્રાની મિલકત પર બનાવવામાં આવ્યા છે. મને ખુશી છે અને આનંદ છે કે દર્શકોને મારું પાત્ર બહુ ગમી રહ્યું છે અને તેઓ તેના ડાયલોગ અને સીન યાદ કરે છે. આવું થતાં કલાકારો શ્રેષ્ઠ દેખાવ કરવા પ્રેરિત થાય છે અને અમારા દર્શકોનું મનોરંજન ચાલુ રહે છે.
5. શું કોમેડી તારો પ્રથમ પ્રેમ છે? કે પછી તું અન્ય પ્રકાર પણ અજમાવવા માગે છે?
ઈમાનદારીથી કહું તો મેં ક્યારેય કોઈ પણ પ્રોજેક્ટ લેવા પૂર્વે ચોક્કસ પ્રકારનો વિચાર કર્યો નથી. હું સારાં પાત્રો ભજવવા માગતો હતો. પાત્રએ પ્રભાવ પાડવો જોઈએ. આ પછી તે લીડ હોય કે સપોર્ટિંગ રોલ હોય તો પણ મને પડેલી નથી. ભૂમિકા હળવીફૂલ છે અને તુરંત દર્શકો સાથે જોડાણ ધરાવે છે. કોમેડી કરને કા એક અલગ મજા હૈ.
દર્શકોને હસાવવા કોઈ પણ કલાકાર માટે બહુ મુશ્કેલ કામ છે અને અમારી ટીમ ભાભીજી ઘર પર હૈ છેલ્લાં સાત વર્ષથી આ કામ કરી રહી છે. હું દર્શકોને અત્યંત જરૂરી હાસ્યના ડોઝ આપવા માટે આપવા શોનો હિસ્સો બન્યો તેની ખુશી છે અને આશીર્વાદરૂપ લાગે છે.
6. સેટ્સ પર તારા સૌથી નિકટવર્તીઓ કોણ છે?
અમે નિકટવર્તી પરિવાર છીએ અને એકત્ર નોંધપાત્ર સમય વિતાવીએ છીએ. મને દરેક સાથે સારું બને છે પરંતુ મનોજ સંતોષી, શશાંક બાલી, રોહિતાશ ગૌર અને આસીફ શેખજી સાથે સૌથી સારું બને છે. અમારો બ્રેક ટાઈમ હંમેશાં મોજીલો હોય છે, જ્યાં અમે જોક કરીએ છીએ અને પેટ પકડીને હસીએ છીએ.
અમે રિહર્સલ દરમિયાન એકબીજાની મજાકમસ્તી કરીએ છીએ. મને લાગે છે કે દરેક સાથે જોડાણ બહુ મોજીલી લહેર ઊભી કરે છે. હું સહજતાથી કહું છું કે ભાભીજી ઘર પર હૈના સેટ્સ પર ક્યારેય કંટાળો આવતો નથી.