Western Times News

Gujarati News

અમેરિકાએ લેબમાં તૈયાર કર્યો નકલી સૂરજ

૧૯૫૦થી સંશોધન કરતા હવે મળી સફળતા

(એજન્સી)નવી દિલ્હી, ઊર્જાના ક્ષેત્રમાં વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકામાં સંશોધનકર્તાઓએ કથિત રીતે ઊર્જાની અસીમિત સુરક્ષિત અને સ્વચ્છ સ્ત્રોતને અનલોક કરવાની શોધમાં સફળતા પ્રાપ્ત કરી છે.

નિષ્ણાંતોએ ભવિષ્યવાણી કરી છે કે, ન્યૂક્લિયર ફ્યૂઝનમાં સફળતા અસીમ સ્વચ્છ ઊર્જા લાવી શકે છે અને તેનાથી જળવાયુ પરિવર્તન વિરુદ્ધ લડાઈમાં મદદ મળી શકે છે. રિપોર્ટ્‌સમાં જણાવ્યા અનુસાર, ઈતિહાસમાં પહેલી વાર અમેરિકાના કેલિફોર્નિયામાં લોરેન્સ લિવરમોર નેશનલ લેબોરેટરીમાં

નેશનલ ઈગ્નિશન ફેસિલિટીમાં અમેરિકી વૈજ્ઞાનિકોએ ન્યૂક્લિયર ફ્યૂઝન રિએક્શનને અંજામ આપ્યો છે, જેના પરિણામસ્વરૂપે સૂર્યની માફક એકદમ શુદ્ધ ઊર્જાનું ઉત્પાદન કર્યું છે. ન્યૂક્લિયર ફ્યૂઝનમાં ભારે તત્વ બનાવવા માટે હાઈડ્રોજન જેવા હળવા તત્વોને એક સાથે તોડવાનું શામેલ છે. આ પ્રક્રિયામાં ઊર્જા એક મોટો વિસ્ફોટ હોય છે.

જાે કે, ૧૯૫૦ના દાયકામાં ન્યૂક્લિયર ફ્યૂઝન પર અનુસંધાન શરુ થયા બાદ શોધકર્તા એક સકારાત્મક ઊર્જા લાભ પ્રદર્શિત કરવામાં અસમર્થ રહ્યું છે. તો વળી હવે લાગે છે કે, શોધકર્તાએ આ કોયડો ઉકેલી નાખ્યો છે. ફાઈનાન્સિયલ ટાઈમ્સના એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, જેની કેલિફોર્નિયામાં લોરેન્સ લિવરમોર નેશનલ લેબોરેટરીમાં રાષ્ટ્રીય પ્રજ્વલન સુવિધાએ પુષ્ટિ કરવાની છે. શોધકર્તાએ ફક્ત ૨.૧ એમજેનો ઉપયોગ કર્યા બાદ ૨.૫ એમજે ઊર્જામાં સફળતા મેળવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.