Western Times News

Gujarati News

કપડવંજમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ

પ્રતિકાત્મક

ખેતરમાંથી એરંડા, તુવેર, કપાસના વાવેતરની આડમાં ગાંજાના છોડની ખેતીનું વાવેતર

(એજન્સી)ખેડા, ખેડાજિલ્લામાં ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં ગાંજાની ખેતી ઝડપા છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ગઈકાલે રાતે લાખોની રૂપિયાની કિંમતનો ગાંજાે પકડ્યો છે. કપડવંજના ભુતિયા તાબાના કૃપાજીના મુવાડા ગામની સીમમાં આવેલા ખેતરમાંથી એરંડા, તુવેર, કપાસના વાવેતરની આડમાં ગાંજાના છોડની ખેતીનું વાવેતર ઝડપાયું છે.

ર્જીંય્ પોલીસે દરોડો પાડી લીલા ગાંજાના ૩૩૧ નંગ છોડ ઝડપી પાડ્યા છે. જેની અંદાજે કિંમત ૫૪.૯૮ લાખ રૂપિયા થાય છે. આ ઉપરાંત તેમણે એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક આરોપી ફરાર છે. મળતી માહિતી પ્રમાણે, ખેડા જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને ગાંજાના વાવેતર મામલે બાતમી મળી હતી.

ત્યારે બાતમીને આધારે પોલીસ સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. ત્યાં માનસિંહ ઝાલા અને શંકર ઝાલાના ખેતરમાં સઘન તપાસ ચાલુ કરી હતી. પોલીસે ખેતરમાંથી એરંડા, તુવેર, કપાસના વાવેતરની આડમાં ગાંજાના છોડ છૂટાછવાયા જાેવા મળ્યા હતા.

આ બાબતે પોલીસે જમીનમાલિક માનસિંહ ઝાલાને સાથે રાખીને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. ત્યારે ખેતરમાંતી ગાંજાના કુલ ૩૩૧ જેટલા છોડ મળી આવ્યા હતા. તમામ છોડને જપ્ત કર્યા હતા.ત્યારબાદ એફએસએલની હાજરીમાં તેનું વજન કરતા જાણવા મળ્યુ હતુ કે, ગાંજાના છોડનું કુલ વજન ૫૪૯ કિલો છે.

જેની કુલ કિંમત ૫૪ લાખ ૯૮ હજાર જેટલી છે. આ મામલે પોલીસે બંને ખેતરમાલિક સામે ગુનો નોંધ્યો છે. જેમાંથી એક ખેતરમાલિક માનસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય એક ખેતરમાલિક શંકર ઝાલા ફરાર થઈ ગયો છે.

ગુજરાતમાં નશાના કારોબારને ડામી દેવા પોલીસે અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન કપડવંજમાં મોટાપાયે ગાંજાની ખેતી થતી હોવાની માહિતીનાં આધારે એસઓજીએ સ્થાનિક પોલીસને ઉંધતી ઝડપી દરોડા પાડ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.