Western Times News

Gujarati News

હમાસના આતંકીની ધમકી: પેરિસ ઓલિમ્પિકમાં વહેશે લોહીની નદીઓ

નવી દિલ્હી, પેરિસ ઓલિમ્પિક ગેમ્સ ૨૬ જૂલાઈથી શરૂ થવા જઈ રહી છે. પરંતુ તે પહેલા જ તેના પર આતંકી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. પેરિસ ઓલિમ્પિકને લઈને હમાસના આતંકવાદીઓએ ધમકી આપી હતી. આતંકીઓએ ધમકી આપી હતી કે પેરિસમાં લોહીની નદીઓ વહેશે. જેના કારણે પેરિસ ઓલિમ્પિક એડમિનિસ્ટ્રેશન પણ એક્ટિવ થઇ ગયું છે.

જોકે ઈન્ટેલિજન્સ ટીમ હમાસના આતંકીઓની ધમકીને ગંભીરતાથી લઇને કામ કરી રહી છે. હમાસના આતંકીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ધમકીભર્યાે વીડિયો પણ શેર કર્યાે છે. હમાસ આતંકવાદીનો આ વીડિયો મંગળવારે જાહેર કરવામાં આવ્યો છે.

પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ ૨૬ જૂલાઈથી શરૂ થવા જઈ રહી છે. આ ટુનામેન્ટ ૧૧મી ઓગસ્ટ સુધી ચાલશે. ખાસ વાત એ છે કે આ ઓલિમ્પિકમાં ઈઝરાયલ પણ ભાગ લેશે.

હમાસના એક આતંકવાદીના વીડિયોમાં એક માસ્ક પહેરેલો વ્યક્તિ ળાંસ અને રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને ધમકી આપે છે કે પેલેસ્ટાઈન સાથેની અરાજકતા વચ્ચે ‘ઝિયોનિસ શાસન’નો પક્ષ લેવા માટે તેઓ પરિણામ ભોગવવા તૈયાર રહે. વીડિયોમાં આતંકવાદીએ ઘેરા રંગના કપડા પહેર્યા છે અને તેની છાતી પર પેલેસ્ટાઈનનો ધ્વજ લપેટ્યો છે.

પેરિસમાં મોટા હુમલા તરફ ઈશારો કરીને આતંકવાદી કહે છે કે ‘લોહીની નદીઓ વહેશે’. વિડિયોનો અંત એ વ્યક્તિના સાથે થાય છે જેના હાથમાં કપાયેલું નકલી માથું હોય છે. કેટલાક લોકોએ અંદાજ લગાવ્યો હતો કે આ વીડિયો હમાસ સાથે જોડાયેલો હોઇ શકે છે. જો કે વીડિયોને હમાસ સાથે જોડતા કોઈ સ્પષ્ટ પુરાવા નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.