Western Times News

Gujarati News

બહેન માનસીનાં લગ્નમાં સપના સિકરવારની આંખોમાંથી ખુશીનાં આંસૂ સરી પડ્યા

એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં બિમલેશ તરીકે જોવા મળતી સપના સિકરવાર હાલમાં તેના વતન રતલામમાં તેની બહેન માનસીનાં લગ્નમાં ગઈ છે. ત્રણ દિવસ સુધી ચાલેલી લગ્નની ઉજવણી વિશે સપના સિકરવાર કહે છે, “લગ્નોમાં ખાસ કરીને ભારતીય લગ્નો બહુ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે.

ખાસ કરીને હલદી, સંગીત, મહેંદી, સગાઈ અને સ્વાગત સમારંભ સહિત ઘણા બધા સમારંભો યોજાય છે, જેથી આ દરેક માટે ઉત્તમ અનુકૂળ આઉટફિટ્સ શોધવા પડે છે. અને પરિવારમાં લગ્ન હોય અને તે પણ નિકટવર્તી ગા હોય તો તે વધુ રોમાંચક અને હેક્ટિક બની જાય છે. આ માટે ઘણી વ્યવસ્થા કરવા સાથે દરેક સમારંભ માટે સજવુંધજવું પડે છે.

આ અમારા બધાને માટે યાદગાર દિવસ હતો. નાની બહેનનાં લગ્ન જોવા તે કોઈ પણ મોટી બહેન માટે અસાધારણ અવસર હોય છે. તેના પહેરવેશથી મારી ભાવનાઓ ઊભરાઈ આવી હતી. મારી બહેનનાં લગ્ન તેના સપનાના રાજકુમાર સાથે થયા હોવાથી તેને ખુશ જોઈને મને પણ ભરપૂર ખુશી મળી. મને વિશ્વાસ છે કે તેનો પતિ તેને બહુ ખુશી આપશે. જોકે વિદાય વખતે હું ભાવનાત્મક બની ગઈ હતી. તે તેના જીવનસાથી સાથે સુંદર પ્રવાસી નીકળી પડી ત્યારે મને બેહદ ખુશી થઈ હતી, અર્થાત આંખોમાંથી ખુશીનાં આંસૂ પણ સરી પડ્યા હતા.”

આવા સંજોગોમાં માર બહેનનાં લગ્ન માટે તૈયારીમાં ઉજવણી સરળ અને યાદગાર બને તે માટે વિવિધ કામો સંકળાયેલાં હતાં. આખો મહિનો વ્યસ્તતાનો હતો, કારણ કે મને પોતાને માટે અને મારી પુત્રી માન્ય માટે શૂટિંગ પછી ભરપૂર ખરીદી કરવાની હતી. આથી પરફેક્ટ કાંજીવરમ સાડી શોધવાનું મુશ્કેલ હતું. હું અનેક સ્ટોરમાં ભટકી અને આખરી 10મા સ્ટોરની મુલાકાતમાં મને તેના સંગીત સમારંભ માટે પરફેક્ટ સાડી મળી આવી.

તે ઉમેરે છે, “લગ્નના આખરી દિવસે ઘણી બધી ઈવેન્ટ્સ હતી, જેમાં સવારે સગાઈ સમારંભ, બપોરે અગ્નિફેરા અને સાંજે સ્વાગત સમારંભ પાર્ટી હતી. મને ખાસ કરીને સ્વાગત સમારંભમાં મારો દેખાવ બહુ ગમ્યો, મારો પર્પલ લેંઘો પારંપરિક સૌંદર્યની અજાયબી હતો. તેની સમૃદ્ધ ફેબ્રિકથી સમૃદ્ધ ભરતકામ અને સેક્વિન્સ મનોહર જ્વેલરી અને એસેસરીઝ દ્વારા પૂરક હતાં. પર્પલ રંગ સ્કીમે આખા વાતાવરણને ખુશનુમા બનાવી દીધું હતું. મારી બહેન તેજસ્વી અને ખુશ દેખાતી હતી તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

ભગવાનની દયાથી બધું બહુ સહજતાથી અને સારી રીતે પાર પડ્યું. પારંપરિક હિંદુ વિધિ પછી અમે મહેંદી સમારંભ શરૂ કર્યો, જેમાં રંગો અને ખુશીનો માહોલ છવાયો હોય. વાતાવરણ મહેંદીના સુગંધથી મઘમઘી ઊઠ્યું હતું, કારણ કે તેના હાથોમાં નાજુક ડિઝાઈન બનાવવામાં આવી હતી. મહેંદી સુકાતાં સુંદર પેટર્ન નિખરી આવી હતી અને આખો દિવસ ધમાલ ચાલી હતી. બીજા દિવસે હલદી સમારંભ હતો, જેમાં હળદરથી બધાને રંગવામાં આવ્યા હતા.

અમારા ફ્રેન્ડ્સ અને પરિવારજનો ભેગા થયા હતા, નવોઢા પર હળદર લગાવવામાં આવી હતી, જે યુગલ માટે આશીર્વાદ અને સમૃદ્ધિનું પ્રતિક હતું. બધા સુંદર અને ખુશ દેખાતાં હતાં અને પીળા રંગમાં ચમકતા હતા. સાંજે મારી બહેનના સંગીતમાં દક્ષિણ ભારતની સ્વર્ણિમ પરંપરા છલકાતી હતી. અમારો આખો પરિવારમાં મહિલાઓ પારંપરિક મૈસુર સિલ્ક સાડીમાં જોવા મળ્યો હતો અને જડેલી જ્વેલરી પહેરી હતી, જ્યારે પુરુષોએ ધોતી અને સિલ્ક શર્ટ પહેર્યા હતા. મેં બધા સંબંધીઓની સામે ફિર ઔર ક્યાં ચાહિયે, આપકે આ જાને સે, રાફ્તા રાફ્તા જેવાં ગીતો પર મારા પતિને નચાવ્યો હતો (હસે છે). ઘણાં બધાં વર્ષો પછી એકત્ર નૃત્યનો આ અવસર અવિસ્મરણીય બની ગયો હતો. મારો પતિ અને મેં દિવસો સુધી રિહર્સલ કર્યું હતું અને અવસર બહુ વિશેષ હતો, જેમાં દરેકે અમારી સરાહના કરી હતી.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.