ઘરમાં વાપસી કરતાં જ શાલીન સાથેની દોસ્તી તોડી
મુંબઈ, બિગ બોસ ૧૬નો શનિવારનો એપિસોડ મજેદાર રહ્યો હતો. બિગ બોસે ટીના દત્તા અને સુમ્બુલ તૌકીર ખાનની ઘરમાં રહેવાની ચાવી શાલીન ભનોતના હાથમાં પકડાવી હતી. શોના હોસ્ટ સલમાન ખાને ૧૦ સુધી ગણતરી કરી તેમ છતાં શાલીને બઝર ના દબાવ્યું અને ૨૫ લાખ રૂપિયા બચાવી લીધા હતા. જે બાદ ઓછા મતોના કારણે ટીના શોમાંથી બહાર થઈ જાય છે.
જે પછી ઘરનો માહોલ જ બદલાઈ જાય છે. જેને લાગી રહ્યું હતું કે, ટીનાના બેઘર થયા પછી શાલીન ભનોત ખૂબ આંસુ સારશે તે બધા જ ખોટા પડ્યા. ઊલટાનું શાલીન અને પ્રિયંકાની દોસ્તી જાેઈને તેઓ ચોંકી ગયા. જાેકે, અહીં બિગ બોસ મોટો દાવ કરી ગયા અને ટીનાની વાપસી થઈ.
બિગ બોસ ૧૬’ના ૧૧ ડિસેમ્બરના પ્રોમોમાં જાેવા મળે છે કે, ટીનાને પાછી આવેલી જાેઈને શાલીન ભનોતના ચહેરાનો રંગ ફિક્કો પડી જાય છે. ફરીથી તેની એક્ટિંગ શરૂ થઈ જાય છે. ગત એપિસોડમાં પણ શાલીને આમ જ કર્યું હતું પરંતુ શ્રીજીતા, શિવ અને નિમ્રતે તેની એક્ટિંગ પકડી લીધી હતી. ૧૧ ડિસેમ્બરના એપિસોડમાં તમે જાેશો કે, શાલીન કિચનમાં શ્રીજીતા ડે અને અર્ચના ગૌતમ પાસે ઊભો રહે છે.
આ દરમિયાન અર્ચના કહે છે કે, તને તો નહોતી ખબર ને કે તે જશે? ત્યારે શાલીન કહે છે, જ્યારે સલમાન સરે ૭ કહ્યું ત્યારે હું સમજી ગયો કે, ટીના જશે. ૯ સુધી ગણ્યું તેમ છતાં હું કંઈ બોલ્યો નહીં. હું બધા માટે તો ના કરી શકું ને કારણકે જાે પ્રાઈઝ મની ૦ થઈ જાય પછી તો મોટિવેશન જ મરી જાયને.
જે બાદ શ્રીજીતા કહે છે કે, તું કાલે બહુ રડતો હતો. ત્યારે શાલીન પોતાનો અસલી રંગ દેખાડતા કહે છે કે, મને જાેઈને લાગે છે કે હું કોઈના માટે રડીશ? હું કહું છું મને ખાલી મારા ભોજનની ચિંતા છે. તમને શું લાગે છે…મને ટીના કંઈ ખાસ પસંદ નહોતી અને બહાર જઈને હું તેની સાથે વાત પણ નહોતો કરવાનો.
આ સાંભળીને શ્રીજીતા ચોંકી જાય છે. બિગ બોસ ૧૬’ના પ્રોમોમાં આગળ બતાવાયું છે કે, ટીવી પર ટીના દત્તા કન્ફેશન રૂમમાં બેઠેલી જાેવા મળે છે. આ જાેઈને ઘરના સભ્યોને સુખદ આશ્ચર્ય થાય છે ત્યારે શાલીન ભનોતના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હોય તેવું લાગે છે. બિગ બોસ કહે છે કે, મિત્રતાની કસોટી જાેવામાં સૌથી વધુ મજા આવે છે.
શાલીનના ચહેરાનો રંગ ઉડી જાય છે અને તે કહે છે કે, અરે, બિગ બોસ આ શું છે? બિગ બોસ પૂછે છે કે, શું તે ૨૫ લાખ રૂપિયા કુર્બાન કરીને બઝર દબાવીને ટીનાને બચાવશે? જે બાદ શાલીન તરત જ બઝર દબાવે છે અને ટીનાને બોલાવે છે. આ જાેઈને અર્ચના, સૌંદર્યા અને સુમ્બુલ થોડા નિરાશ જાેવા મળે છે.SS1MS