ભારે પવનોને કારણે યાત્રાધામો પર “રોપ-વે” પર થઈ રહી છે અસર
(એજન્સી)ગાંધીનગર, ગુજરાત હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ આગામી દિવસમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે. હાલ સવારે અને સાંજ પછીના સમયમાં લોકોને હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.
રાજ્યમાં ગિરનાર પર્વત પર પ્રતિ કલાક ૧૦૦ કિમીની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. જેથી પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપ વે બંધ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ ગિરનારની સીડીઓ ચડવા મજબૂર થઇ રહ્યા છે. આજે આખો દિવસ રોપ વે સેવા બંધ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે પ્રવાસીઓ હાલાકીનો સામનો કરી શકે છે.
ગિરનાર પર્વત પર સવારથી જ પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માતાના દર્શને આવેલા લોકોને ભારે પવનના કારણે પગથિયાં ચડવા મજબૂર બન્યા છે. ત્યાં ચાલતો રોપ વે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. જાે પવનની ગતિ નરમ પડશે તો જ રોપ વે શરૂ કરવામાં આવશે. પરંતુ આજે રોપ વે શરૂ થાય તેવી શક્યતાઓ ઓછી દેખાઇ રહી છે.
એવામાં, ઉત્તરાયણ નજીક આવે ત્યારે ફરી એકવાર ઠંડીનું જાેર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ રહી છે તેને જાેતા રાજ્યમાં ઠંડીનું જાેર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી ૨૪ કલાક પછી ઠંડીનું જાેર થોડું ઘટશે. આગામી ૫ દિવસ વાતાવરણ એકદમ સ્વચ્છ રહેશે. ૧થી ૨ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. વાતાવરણમાં ભેજ વધતા લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. બે દિવસ પછી હવાની ગતિમાં ઘટાડો થશે.
લોકોને હાડ થીજવતી ઠંડીમાંથી થોડી રાહત મળશે. ૨૪ કલાક બાદ રાજ્યમાં ઠંડીમાં નોંધનીય ઘટાડો થશે. હાલમાં કોલ્ડ વેવની કોઈ આગાહી નહીં.
રાજ્યમાં હાલ ઠંડીનુ જાેર યથાવત રહ્યું છે. ૮ શહેરોમાં લુઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રીથી ઓછું નોંધાયું છે. ૮.૧ ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું છે.
જ્યારે ગાંધીનગર ૧૦.૫, ડિસા ૧૦.૬, ભૂજ ૧૧.૨ અને વડોદરા ૧૧.૬ ડિગ્રી, અમદાવાદ ૧૨.૧ ડિગ્રી, રાજકોટ ૧૨.૫ ડિગ્રી અને અમરેલી ૧૩ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. પરંતુ આગામી સમયમાં હવામાન વિભાગે એક ખુશખબર આપ્યા છે. આગામી થોડાક જ દિવસોમાં હાડ ગાળતી ઠંડીથી રાજ્યના લોકોને રાહત મળશે.
૨૪ કલાક બાદ રાજ્યમાં ઠંડીમાં નોંધનીય ઘટાડો થશે. મહત્તમ તાપમાનમાં પણ ૨ ડિગ્રી જેટલો ઘટાડો થશે. ૨ દિવસ બાદ પવનની ગતિમાં પણ ઘટાડો થશે. લઘુત્તમ તાપમાનમાં ૨ થી ૪ ડિગ્રી વધારો થવાની સંભાવના, જેથી ઠંડી ઓછી થશે. હિમાલય તરફ પવનની ગતિ બદલાતા પુનઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે. વાતાવરણમાં ભેજ વધતા લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે.