સોફ્ટ ટેનિસ રમતમાં ભરૂચ જીલ્લાનું નામ રોશન કરતો હેમ મહેતા
(પ્રતિનિધિ) ભરૂચ, ૧૮ ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે સબ જુનિયર સોફ્ટ ટેનિસ ટુર્નામેન્ટનુ આયોજન સોફ્ટ ટેનિસ એસોસીએસન ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં સમગ્ર ગુજરાત માંથી આશરે ૨૭ જેટલાં સ્પર્ધકોઓએ ભાગ લીધો હતો.આ ટુર્નામેન્ટ નોક આઉટ બેઝ થી રમાડવામાં આવી હતી.જેમાં ભરૂચના હેમ પરેશ મહેતા ચેમ્પિયન બની ભરૂચનુ નામ રોશન કર્યું છે.
૧૮ ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે સબ જુનિયર સોફ્ટ ટેનિસ ટુર્નામેન્ટનુ આયોજન સોફ્ટ ટેનિસ એસોસીએસન ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં સમગ્ર ગુજરાત માંથી આશરે ૨૭ જેટલાં સ્પર્ધકોઓએ ભાગ લીધો હતો.આ ટુર્નામેન્ટ નોક આઉટ બેઝ થી રમાડવામાં આવી હતી.જેમાં ભરૂચના હેમ પરેશ મહેતા ચેમ્પિયન બની ભરૂચનુ નામ રોશન કર્યું છે.જે ૨૧ ડિસેમ્બર થી પ્રિ-નેશનલ કેમ્પમા અમદાવાદ ખાતે જનાર છે અને આગામી ૨૬ મી ડિસેમ્બર થી ગુજરાતનુ પ્રતિનિધિત્વ કરી નેશનલ રમવાનાં જનાર છે.ચાલુ વર્ષે આ ટુર્નામેન્ટ અમદાવાદમા ગુજરાત યુનિવર્સીટીના મેદાન ખાતે રમાનાર છે.
આ નેશનલ ટુર્નામેન્ટમા આખા ભારત દેશ માંથી ૨૪ જેટલાં રાજ્યો ભાગ લેનાર છે.જે આગામી ૩૦ ડિસેમ્બર સુધી યોજાનાર છે. ધોરણ ૮ માં અભ્યાસ કરતો હેમ મહેતા હાલમાં સદ્દ વિધામંડળના કેમ્પસમા ભરૂચ ટેનિસ એકેડમી ખાતે મહીદીપસિંહ ગોહિલ,આર્ચી ગોહિલ અને રાહુલ પાટીલ પાસે કોચિંગ લઈ રહ્યા છે.તેઓ દિવસમાં ત્રણ કલાક ટેનિસ અને સોફ્ટ ટેનિસ રમે છે,સાથે સાથે તેઓ ફિટનેસ અને યોગા પર ખુબ જ ધ્યાન આપે છે. હેમ મહેતા આ ટુર્નામેન્ટમાં વિજેતા થાય તે માટે પરિવારજનો સાથે કોચ રાજનસિંહ ગોહિલે પણ શુભેચ્છા આપવા સાથે તેઓ ગુજરાત માટે મેડલ જીતીને લાવે એનું માર્ગદર્શન આપ્યું હતું.