હેમાએ ધર્મેન્દ્રને હિરોઇન સાથે ન કરવા દીધો રોમાન્સ
મુંબઈ, ધર્મેન્દ્રએ આમ તો ૭૦ અને ૮૦ના દશકની તમામ મોટી હિરોઇનો સાથે સ્ક્રીન પર રોમાન્સ કર્યો છે. જો કે તેમની જોડી મોટાભાગે હેમા માલિની સાથે વધુ પસંદ કરવામાં આવી. બંનેએ પોતાના ફિલ્મી કરિયરમાં આશરે ૩૦ ફિલ્મોમાં એકસાથે કામ કર્યુ, જેમાં મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ હતી. બોલિવૂડની હિટ મશીન રહેલી આ જોડીની એક ફિલ્મ ૧૯૮૦માં આવી હતી.
ફિલ્મને ઉમેશ મહેરા અને લતીફ ફેજિયેવે મળીને ડાયરેક્ટ કરી હતી. ફિલ્મની સ્ટોરી અરેબિયન નાઇટ્સની સ્ટોરી પર આધારિત હતી. તે ફિલ્મનું નામ હતું ‘અલીબાબા ઔર ચાલીસ ચોર. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર-હેમામાલિની ઉપરાંત ઝીનત અમાન પણ હતી. ‘અલીબાબા ઔર ચાલીસ ચોર’ વર્ષ ૧૯૮૦ની એક હિટ ફિલ્મ હતી.
આ ફિલ્મને મેકર્સે ૧.૬૦ કરોડમાં બનાવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, ભારતીય બોક્સ ઓફિસ પર ૧૬ કરોડ અને સમગ્ર વિશ્વમાં આ ફિલ્મે ૨૨ કરોડની કમાણી કરી હતી. રિપોર્ટ અનુસાર, ફિલ્મ સતત ૨૫ અઠવાડિયા સુધી થિયેટરમાં ચાલી હતી અને સિલ્વર જુબલી હિટ સાબિત થઇ હતી.
કહેવાય છે કે આ ફિલ્મના લગભગ ૨.૧૦ કરોડનું વેચાણ માત્ર ભારતમાં જ થયું હતું. આ સાથે સોવિયત યૂનિયનમાં લગભગ ૫.૨૮ કરોડ ટિકિટો વેચાઈ હતી. એટલે કે આ ફિલ્મની લગભગ ૭.૪૦ કરોડ ટિકિટ દુનિયાભરમાં વેચાઈ હતી. જણાવી દઈએ કે આ ફિલ્મ ધર્મેન્દ્ર-હેમાની જોડીની ૧૭મી ફિલ્મ હતી, જે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી.
કહેવાય છે કે ઝીનત અમાને આ ફિલ્મ માત્ર ડાયરેક્ટર ઉમેશ મહેરાના કારણે કરી હતી, જ્યારે તેણે આ ફિલ્મમાં પોતાના રોલ માટે સમાધાન પણ કર્યું હતું. રિપોર્ટ્સ અનુસાર, ઝીનત અમાન આ ફિલ્મમાં સેકન્ડ લીડ રોલ કરવા માગતી ન હતી. તે પહેલા ધર્મેન્દ્રની સામે લીડ રોલમાં હતી. બાદમાં આ ફિલ્મમાં ઝીનતની જગ્યાએ હેમા માલિનીને લેવામાં આવી હતી અને તેણે ધર્મેન્દ્ર સાથે રોમાન્સ કર્યો હતો.
હેમા માલિનીની પણ આ જ શરત હતી, તે ફિલ્મમાં ધર્મેન્દ્રની ઓપોઝિટ કામ કરશે. એવું કહેવાય છે કે મેકર્સે અગાઉ ઝીનતના રોલ માટે એક્ટ્રેસ રીના રોયનો સંપર્ક કર્યો હતો પરંતુ તેણે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. રીના રોયના ઇનકાર પછી, ઝીનતે ડાયરેક્ટર સાથેની મિત્રતાના કારણે આ ફિલ્મ કરી.SS1MS