સફાઈ કામદારોના મૃત્યુ વળતર અંગે હાઈકોર્ટ ખફા
અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટમાં સફાઈ કામદારોના મૃત્યુના કિસ્સાઓમાં વળતરના મુદ્દે થઈ હતી. ૧૬ સફાઈ કામદારોના મૃત્યુને લઈ વળતર નિયમોનુસાર નહીં મળ્યાનું અરજદારે રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે હાઈકોર્ટ રાજ્ય સરકારના જવાબને લઈ ખફા થઈ છે અને અહીં કોઈ લિસ્ટ સામે લિસ્ટની રમત નહીં હોવાનું કહ્યુ હતું.
રાજ્યમાં સફાઈ કામદારોના મોતના કિસ્સાઓમાં વળતર નિયમોનુસાર ચુકવાતુ નહીં હોવાની રજૂઆત ઉઠી છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સફાઈ કામદારોના મૃત્યુના વળતરને લઈ કરવામાં આવી છે. જેમાં રજૂઆત કરવામાં આવી છે કે, ૧૬ મૃતક સફાઈ કર્મીઓના પરિવારોને નિયમાનુસાર વળતર ચુકવવામાં આવ્યુ નથી.
રાજ્ય સરકારે આ મામલે ૮ મૃતકના પરિવારજનોને વળતર ચૂકવવાનું બાકી હોવાની કબૂલાત કરી હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ટકોર કરી હતી કે, તમે મામલાથી દૂર કેમ ભાગો છો. આ કોઈ લીસ્ટ સામે લીસ્ટની રમત નથી રમતા, પૂરતો સમય આપવા છતાં એફિડેવિટમાં જવાબ નથી રજૂ કરાયો. વળતર અંગે સરકાર અને વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને એફિડેવિટ ફાઈલ કરવા આદેશ કર્યો છે. SS3SS