Western Times News

Gujarati News

બ્રિટેનના PM ઋષિ સુનકની પાર્ટીને ફંડ આપનાર હિમાચલના ચોખાના વેપારી ઇડીના રડાર પર

કરણ ચન્નાની અમીરા પ્યોર ફૂડસ કંપની સહિત ભારતમાં કુલ ૨૧ સ્થળો પર દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.

(એજન્સી)નવીદિલ્હી, ઇંગ્લેન્ડમાં વિપક્ષે કન્ઝર્વટિવ પાર્ટીને મળી રહેલા દાન પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. વિપક્ષનું કહેવું છે કે પહેલા ફંડિંગની તપાસ થવી જાેઇએ. જે દાનને લઇને ઇંગ્લેન્ડમાં ખળભળાટ મચી ગયો છે. તે દાન આપનાર ભારતીય મૂળનો બિઝનેસમેન છે. ઇડી ભારતમાં દાતા સામે તપાસ કરી રહી છે. Himachal rice trader who funds British PM Rishi Sunak’s party on ED’s radar

અંગ્રેજ સાંસદ અને લેબર પાર્ટીના વરિષ્ઠ નેતા માર્ગારેટ હોજે એક બ્રિટિશ અખબારને જણાવ્યું હતું કે ટોરીઝે તેમના ભંડોળની તપાસ કરવી જાેઇએ કે તેઓ તેમના ભંડોળ કયાંથી મેળવી રહયા છે. તેઓના સ્ત્રોતો તપાસ કરવી જાેઇએ. જયાં સુધી તપાસ ન થાય ત્યાં સુધી તેમનું ફંડ ફ્રીઝ કરવું જાેઇએ. મુખ્ય દાતાઓ પર ર્નિભર હોવાનો આરોપ લગાવ્યો હતો. એટલા માટે તેઓ તપાસ કરતા નથી.પરંતુ હવે નવા કાયદા બાદ તેમને તપાસ કરવાની ફરજ પડશે.

કન્ઝર્વટિવ પાર્ટીને ભંડોળ પુરું પાડનારા દાતા કરણ ચન્ના છે, જે વૈશ્વિક ચોખા બ્રાન્ડના અમીરાના વડા છે. ચનાના પર આરોપ છે કે તેમણે બેંક લોનને શેલ કંપનીઓમાં કન્વર્ટ કરી હતી. ચનાનાએ સપ્ટેમ્બર ૨૦૧૯થી તેમની બ્રિટિશ કંપની અમીરા ઝી ફૂડસ દ્વારા આશરે ૨,૨૦,૦૦૦ બ્રિટિશ પાઉન્ડ કન્ઝર્વટિવ પાર્ટીને દાનમાં આપ્યા હોવાનું કહેવાય છે.

૨ મેના રોજ ઇડીએ ચનાની અમીરા પ્યોર ફૂડસ કંપની સહિત ભારતમાં કુલ ૨૧ સ્થળો પર દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. અધિકારીઓનું કહેવું છે કે આ મામલામાં ચાર્જશીટ દાખલ કરવાની બાકી છે કે કારણકે હજુ તપાસ ચાલુ છે. અમીરા ફૂડસને જેન્યુઇન બિઝમેનની આડમાં લોનની રકમ ગેરકાયદેસર રીતે અનેક શેલ કંપનીઓને ટ્રાન્સફર કરી છે.

એવું કહેવાય છે કે જે વ્યકિત ભારતમાં પોતાની લોન ચૂકવી શકયો નથી તે ઇંગ્લેન્ડની કન્ઝર્વટિંવ પાર્ટીને દાન આપી રહયો છે. ઓકટોબર ૨૦૧૨માં, અમીરા નેચર ફૂડસ ન્યુયોર્ક સ્ટોક એકસચેન્જમાં સૂચિબદ્‌ઘ થઇ હતી. અમીરા ફૂડસ હિમાલયની તળેટીમાં ઉગાડવામાં આવતા બાસમતી ચોખાનો વેપાર કરે છે.

કંપનીના ચેરમેન ચનાનાએ દુબઇમાં ગોલ્ડ ટાવરમાં તેનું હેડકર્વાટર સ્થાપ્યું હતું. અમીરા પ્યોર ફૂડસ એ ભારતમાં અમીરા ઝી ફૂડસની પેટાકંપની છે, જે ભારતમાં તપાસ હેઠળ છે. નવેમ્બર ૨૦૨૦માં, કેનેરા બેંકની ફરિયદોને પગલે સીબીઆઇએ છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.