Western Times News

Gujarati News

હોન્ડા વિઠલાપુરમાં 6 લાખ સ્કૂટર બને તેવી એસેમ્બલી સુવિધા શરૂ કરશે

હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા દ્વારા તેના ઈવી રોડમૅપ તથા ભાવિ બિઝનેસ યોજના જાહેર

ભારતમાં એચએમએસઆઈ ઈવી રોડમૅપના 3-ઈ -ફૅક્ટરી ’ – નિશ્ચિત ઈવી ઉત્પાદન સુવિધા -એચએમએસઆઈના નરસાપુર પ્લાન્ટ (કર્ણાટક) ખાતે ઈવી ઉત્પાદન ફૅક્ટરની સ્થાપના

આધુનિક ઑટોમેટેડ ફેક્ટરીને તબક્કાવાર વિસ્તારવામાં આવશે જેથી 2030 સુધીમાં એક મિલિયન ઈવીનું ઉત્પાદન થઈ શકે.

2030 સુધીમાં વાર્ષિક એક મિલિયન ઈવી ઉત્પાદન હાંસલ કરવાનું ધ્યેય 100% રિન્યુએબલ ઊર્જા ક્ષમતા સાથે આધુનિક ઑટોમેટેડ ફૅક્ટરી

ગુરુગ્રામ, હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (HMSI) દ્વારા આજે તેના ઈલેક્ટ્રિક વાહનના રોડમૅપની જાહેરાત કરવામાં આવી હતી, જેનો આશય ભારતમાં મજબૂત અને ટકાઉ ઈવી બજાર ઊભું કરવાનો છે. આ રોડમૅપ એ ભારતમાં ઈવી બિઝનેસ માળખું વિકસાવવાની યોજના છે

જેમાં નવી ઈવી ટેકનોલોજી તેમજ માળખાકીય સુવિધાનો સમાવેશ થાય છે. કંપનીએ આગામી નાણાકીય વર્ષમાં વિદેશમાં બિઝનેસ વિસ્તરણ તથા ઉત્પાદન ક્ષમતા વિકસાવવાની તેની યોજનાની પણ જાહેરાત કરી છે.

Mr. Atsushi Ogata, Managing Director, President & CEO, HMSI

આ પ્રસંગે હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર, પ્રેસિડેન્ટ અને સીઈઓ શ્રી અત્સુશી ઓગટાએ જણાવ્યું કે, “2040 સુધીમાં ઈલેક્ટ્રિક વાહન તથા ફ્યુઅલ સેલ વાહન યુનિટ વેચાણનો રેશિયો 100% વધારવાની હોન્ડાની વૈશ્વિક યોજનાના અનુસંધાને ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન દાખલ કરીને તથા વૈકલ્પિક ઈંધણ માટેના સરકારના માર્ગદર્શનનું પાલન કરીને અમે આઈસીઈ એન્જિનોની ક્ષમતા વધારવાનું ચાલુ રાખીશું, સાથે મોડેલોના ઈલેક્ટ્રિફિકેશન તેમજ ઈકોસિસ્ટમનું વિસ્તરણ ચાલુ રાખીશું.

Mr. Atsushi Ogata, Managing Director, President & CEO, HMSI

ઈવી મોરચે ભારતનું શ્રેષ્ઠ ઈવી બિઝનેસ માળખું ઊભું કરવા તથા ટકાઉ પરિવહનના વિકાસમાં અગ્રણી રહેવા અમે પ્રતિબદ્ધ છીએ. અમારો ઈવી રોડમૅપ હવે અમલીકરણના તબક્કામાં છે

ત્યારે ઈલેક્ટ્રિક વાહનોની વિશાળ રેન્જનું ઉત્પાદન કરવાની દિશામાં અમે વિશિષ્ટ માળખાકીય સુવિધા વિકસાવવા પગલાં લઈ રહ્યા છીએ. અમે ઈવી ટેકનોલોજી, ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા આફ્ટર સેલ્સ સર્વિસનો પણ વિકાસ કરી રહ્યા છીએ.”.

ફૅક્ટરી ’ – નિશ્ચિત ઈવી ઉત્પાદન સુવિધા ઈલેક્ટ્રિક વાહનોનાં ઉત્પાદનની માંગને પહોંચી વળવા કર્ણાટકમાં એચએમએસઆઈના નરસાપુર ખાતે વિશેષ ઉત્પાદન સુવિધા ધરાવતી ફૅક્ટરી E સ્થાપી રહ્યા છીએ. આ ફૅક્ટરી વિશેષ કરીને ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરશે તથા તેની ડિઝાઈન ઉચ્ચ કાર્યક્ષમતા અને મહત્તમ ઉત્પાદન વેલ્યુ સાથે પ્રોડક્શન વધારી શકાય એ રીતે કરવામાં આવ્યું છે. સરકારના “મેઇક ઈન ઈન્ડિયા” કાર્યક્રમ તથા સ્થાનિક બાબતોને મહત્ત્વ આપવાની સૂચનાઓને અનુરૂપ હોન્ડાના ઈવીમાં સ્થાનિક સ્તરે ઉત્પાદિત સાધનો જેવા કે બૅટરી તથા પીસીયુનો ઉપયોગ કરવામાં આવશે. એચએમએસઆઈના ઈવીની મોટરની ડિઝાઈન અને ઉત્પાદન હોન્ડા દ્વારા ઈન-હાઉસ કરવામાં આવશે.

તદ્દઉપરાંત, ફૅક્ટરીમાં સસ્ટેનિબિલિટી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, જ્યાં 80% ટકાઉ સામગ્રીનો તથા 100% રિન્યુએબલ ઊર્જાનો ઉપયોગ થશે. આધુનિક ઑટોમેટેડ ફેક્ટરીને તબક્કાવાર વિસ્તારવામાં આવશે જેથી 2030 સુધીમાં એક મિલિયન ઈવીનું ઉત્પાદન થઈ શકે.

પ્લેટફોર્મ પ્રતિબદ્ધ ઈવી પ્લેટફોર્મ HMSI એ ભવિષ્યલક્ષી ઈવી પ્લેટફોર્મ ‘ઈ’ તૈયાર કર્યું છે, જે ફિક્સ બૅટરી, બદલી શકાય તેવી બૅટરી અને મધ્યમ કક્ષાના ઈવી સહિત વિવિધ ઈવી મોડેલો માટે આધાર સમાન બની રહેશે.

HMSI દ્વારા નવી પરિવહન સુવિધા દાખલ કરવા પ્રોજેક્ટ વિદ્યુતનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે વિદ્યુતીકરણના સમયની માંગ છે. આ યોજનાના ભાગરૂપે HMSI નાણાકીય વર્ષ 2024 માં બે નવા 2-W ઈવી દાખલ કરશે. પ્રથમ મધ્યમ સ્તરનું ઈલેક્ટ્રિક વાહન હશે અને બીજું બદલી શકાય તેવી બૅટરી પ્રકારનું હશે જે હોન્ડા મોબાઈલ પાવર પૅક ઈઃ નો ઉપયોગ કરે છે.

વર્કશોપ ‘ઈ’ – ઈવીના ભાવિ માટે HMSI નું ધ્યેય ગ્રાહકોને સુવિધા તથા ઉચ્ચ ગુણવત્તાનો વાહનવ્યવહાર પૂરો પાડવાનું છે. ગ્રાહકોની જરૂરિયાતોને પહોંચી વળવા HMSI ના વર્તમાન 6000 કરતાં વધુ નેટવર્ક ટચપોઈન્ટ ખાતે ચાર્જિંગ સ્ટેશન સ્થાપવામાં આવશે.

છેવટે તેમાંના કેટલાકને વર્કશોપ ‘ઈ’ માં તબદીલ કરવામાં આવશે. વિશેષ સેટઅપમાં HEID બૅટરી એક્સચેન્જર તથા બદલી શકાય તેવી બૅટરી પ્રકાર માટે મીની બૅટરી એક્સચેન્જર ઉપરાંત ફિક્સ બૅટરી માટે ચાર્જિંગ કૅબલ હશે. વધારામાં HMSI ની યોજના સમગ્ર ઈકોસિસ્ટમ ઊભી કરવાની છે જેમાં પેટ્રોલ પંપો, મેટ્રો સ્ટેશનો તથા અન્ય સ્થળે બૅટરી બદલવાની વ્યવસ્થા સ્થાપિત કરીને ઈવી વપરાશકારો માટે સરળતા ઊભી કરવાની છે.

નાણાકીય વર્ષ 2024 માટે ભાવિ બિઝનેસ યોજના આ જ યોજનાને આગળ વધારતા HMSI આગામી નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં સંપૂર્ણ વર્તમાન મોડેલ લાઇન-અપનું OBD2 માં પરિવર્તન કરશે તથા ઈ20 જરૂરિયાત પૂર્ણ કરશે. સર્વોચ્ચ વૈશ્વિક ગુણવત્તા ધોરણોને જાળવીને HMSI એ બિઝનેસ વિસ્તરણની તકો વિચારી છે.

હાલ 38 દેશોમાં 18 મોડેલની નિકાસ કરનાર HMSI એ ઓસ્ટ્રેલિયા તથા ન્યૂઝિલેન્ડમાં નિકાસ શરૂ કરીને ઓસનિઆ ક્ષેત્રમાં વિસ્તરણ કર્યું છે અને HMSI ના ગુજરાત પ્લાન્ટમાંથી વૈશ્વિક બજારમાં પ્રવેશ કર્યો છે.

વિશ્વ માટે મેઇક ઈન ઈન્ડિયાની HMSI ની લાંબાગાળાની યોજનાના ભાગરૂપે કંપની નાણાકીય વર્ષ 2024માં 58 દેશોમાં 20 મોડેલની નિકાસ સાથે વિસ્તરણ કરશે. ઉત્પાદન ક્ષમતામાં વધારા સાથે HMSI ટૂંક સમયમાં ગુજરાતમાં વિઠલાપુર પ્લાન્ટ ખાતે વધારાના 6 લાખ યુનિટના ઉત્પાદન ક્ષમતા સાથે નવી સ્કૂટર એસેમ્બલી સુવિધા શરૂ કરશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.