Western Times News

Gujarati News

10 કરોડથી વધુ ટર્ન ઓવર ધરાવતી કંપનીએ કેવી રીતે બનાવવું ઈ-ઈનવોઈસ

નવી દિલ્હી, જીએસટી GST લાગુ થયા બાદ 500 કરોડનું એગ્રીગેટર ટર્ન ઓવર (1-10-2020 પહેલા) ધરાવતી કંપનીઓને માટે ઈ-ઈનવોઈસ જનરેટ કરવાનું ફરજીયાત હતું. ત્યારબાદ અગાઉના ફાઈનાન્શીયલ વર્ષમાં 100 કરોડ (1-4-2021 પહેલા) , 1 લી એપ્રીલ-2022માં 50 કરોડથી વધુ ટર્નઓવર હોય

અને 1-10-2022 થી 10 કરોડથી વધારે ટર્નઓવર (પાછળના વર્ષમાં) હોય તેવી કંપનીઓ માટે  ઈ-ઈનવોઈસ અને ઈ-વે બીલ બનાવવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે.  B2B (Business to Business) અને B2G (Bill to Government) બીલીંગ જનરેટ કરવા માટે જ ઈ-ઈનવોઈસ બનાવવું ફરજીયાત છે.

એટલે કે જો કંપની 11 કરોડનું ટર્ન ઓવર ધરાવતી હોય અને 9 કરોડના બીલો B2B જનરેટ થતાં હોય અને 2 કરોડના બીલ અન્ય (B2C, EXEMPT)  કોઈ પ્રકારના હોય તો પણ ઈ-ઈનવોઈસ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.  પરંતુ આવા કેસમાં 9 કરોડના B2B બિલો જ ઈ-ઈનવોઈસ બનાવીને IRN જનરેટ કરવાનો રહેશે. B2C ના બીલો માટે IRN જનરેટ કરવાની જરૂર નથી.

એગ્રીગેટર ટર્ન ઓવર એટલે શું. ?
જે કંપનીએ એક જ પાન કાર્ડ પર એકથી વધુ જીએસટી નંબર લીધા હોય તેવી કંપનીનું ટર્ન ઓવર 10 કરોડથી વધુ હોય તેવી કંપનીએ પણ ઈ-ઈનવોઈસ બનાવવું ફરજીયાત છે. એટલે કોઈ એક કંપની અમદાવાદમાં રજી. ઓફિસ ધરાવે છે અને તેણે એક પાન કાર્ડ પર દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા રાજ્યોમાં જીએસટી નંબર લીધા છે

અને ધારો કે ગુજરાતનું (પાછળના વર્ષનું-Previous Finanncial year) ટર્ન ઓવર 5 કરોડ છે, દિલ્હીનું 3 કરોડ, મહારાષ્ટ્રનું 2 કરોડ અને રાજસ્થાનનું 2 કરોડ છે. એટલે કુલ એગ્રીગેટર ટર્ન ઓવર 12 કરોડ થયું. એટલે આ કંપનીએ ઈ-ઈનવોઈસ બનાવવું ફરજીયાત છે.

ઈ-ઈનવોઈસ જનરેશન પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે?
ઇ-ઇન્વોઇસિંગ માટે વપરાશકર્તાએ નિયત ફોર્મેટમાં ઇનવોઇસ ડેટા જનરેટ કરવાની જરૂર છે, જે JavaScript ઑબ્જેક્ટ નોટેશન (JSON) છે, અથવા તો એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ (ERP)/બિઝનેસ મેનેજમેન્ટ સૉફ્ટવેર અથવા પોર્ટલ દ્વારા પ્રદાન કરવામાં આવેલ ઑફલાઇન ટૂલનો ઉપયોગ કરીને. આ પછી, ઈ-ઈનવોઈસને IRP પર અપલોડ કરવામાં આવશે, જે IRN  (આઈઆરએન 64 ડીજીટ નંબર છે જે યુનિક નંબર છે,  અને QR કોડ સાથે ઇન્વૉઇસ ડેટાને વધુ પ્રમાણિત અને પ્રમાણિત કરે છે.

ઈ-ઈનવોઈસ જનરેટ કરવાની પ્રક્રિયા નીચે દર્શાવેલ છે:

https://einvoice1.gst.gov.in/

આ પર લાગ-ઈન કરીને તમારું યુઝરનેમ પાસવર્ડ પહેલીવાર જનરેટ કરો ત્યારબાદ સાઈટ પર લોગીન કરીને તેમાં બે પ્રકારે ઈ-ઈનવોઈઝ જનરેટ કરી શકાય છે.

API રજીસ્ટ્રેશન અને API યુઝર રજીસ્ટ્રેશન

 સૌ પ્રથમ  API રજીસ્ટ્રેશન અને API યુઝર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. 

(1) આ સાઈટ પર ઈ-ઈનવોઈઝ પર ક્લિક કરી, GePP સોફ્ટવેર ડાઉનલોડ કરીને તેમાં રોજના બિલ બનાવીને તૈયાર કરો. ધારો કે તમે 10 બિલો બનાવ્યા, ત્યારબાદ JSON file download કરી લો. આ ફાઈલ જે ફોલ્ડરમાં સોફ્ટવેર ડાઉનલોડ થયું હશે તે ફોલ્ડરમાં જનરેટ થશે. તેને ઈ-ઈનવોઈસની સાઈટ પર અપલોડ કરીને વેરીફાય કરો.

વેબ ઈ-ઈનવોઈસ સિસ્ટમ પર નોંધણી -IRP પોર્ટલની મુલાકાત લો.

પ્રથમ વખતનો GSTIN ઈ-ઈનવોઈસ રજીસ્ટ્રેશન ટેબ પર ક્લિક કરીને નોંધણી કરાવી શકે છે, જે ઈ-ઈનવોઈસ રજીસ્ટ્રેશન ફોર્મ ખોલશે. એકવાર ફોર્મ ભરાઈ ગયા પછી, કરદાતાએ વન-ટાઇમ પાસવર્ડ (OTP) સાથે ફોર્મની ચકાસણી કરવી આવશ્યક છે, જે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે.

ઉપર મુજબ જીઈપીપી સોફ્ટવેર ડાઉનલોડ કરી તેમાં તમામ રોજના બીલો બનાવ્યા બાદ, આ બીલોને એકસપોર્ટ કરીને જેસોન ફાઈલ બને છે. જે ફાઈલને ઈ-ઈનવોઈસની સાઈટ પર અપલોડ કર્યા બાદ, IRN જનરેટ થાય છે. નીચે મુજબ ઈનવોઈસ નં. 34543 અને 1232 ના 8મી કોલમમાં IRN જનરેટ થયેલા દર્શાવે છે. એટલે હવે ફાયનલ ઈ-ઈનવોઈસ જનરેટ થઈ ગયા છે. IRN જનરેટ થયા હશે તે બીલો જ ઈ-ઈનવોઈસ તરીકે માન્ય ગણાશે.

એક વખત બીલ બન્યા પછી ત્રણ દિવસમાં બિલો અપલોડ કરીને IRN જનરેટ કરવું ફરજીયાત છે.

(2) બીજી પધ્ધતી પ્રમાણે સાઈટ ઉપરથી ચાર પ્રકારના ઈ-ઈનવોઈસ જનરેટ કરવા માટે એકસેલ ફાઈલ ડાઉનલોડ કરી શકાય છે. જેમાંથી કોઈ પણ એક એક્સલ ફાઈલ ડાઉનલોડ કરી તેમાં તમામ વિગતો ભરીને આ ફાઈલ સાઈટ પર અપલોડ કરીને IRN નંબર જનરેટ કરી શકાય છે. એક વખત આઈઆરએન નંબર જનરેટ થાય પછી તે બીલ કેન્સલ કરી શકાતું નથી.

એકસેલની ફાઈલમાં ડેટા નાંખવા કરતાં GePP સોફ્ટવેર ડાઉનલોડ કરીને તેમાં ડેટા અપલોડ કરવું વધારે સરળ છે.

આ ઉપરાંત ઈઆરપી સોફ્ટવેરમાં એકાઉન્ટ હોય તો તેમાંથી json ફાઈલ બનાવીને અપલોડ કરી IRN નંબર જનરેટ કરીને પણ ઈ-ઈનવોઈસ બનાવી શકાય છે. ટેલી ઈઆરપી 9.0માં ઈ-ઈનવોઈસ બનાવી શકાતા નથી. પરંતું, ટેલી પ્રાઈમમાં કેવી રીતે ઈ-ઈનવોઈસ બનાવી શકાય તે નીચે લીંકમાં દર્શાવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.