Western Times News

Gujarati News

કાકાની એવી તે કેવી મજબૂરી હતી કે સગા ભત્રીજાનું જ અપહરણનું કાવત્રુ રચ્યું

કાકાનાં કારસ્તાનના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા-કાકાએ ભત્રીજાનું કરેલું અપહરણ પૂર્વયોજીત ષડયંત્ર

(એજન્સી)અમદાવાદ, શહેરના સરસપુર વિસ્તારમાં મંગળવારે કાકાએ તેના મિત્રો સાથે મળીને સવા બે વર્ષના ભત્રીજાના કરેલા અપહરણના કિસ્સામાં રોરજ એક પછી એક ખુલાસા થઈ રહયા છે. બાળકનું અપહરણ કરવું તે પૂર્વયોજીત કાવતરું હતું. જેના કારણે બાળકના પિતા સહીતીનો પરીવાર એકાએક ગુમ થઈને કોઈ અજ્ઞાત  સ્થળે જતો રહયો છે.

બાળકનું અપહરણ થયયું તેના આગલા દિવસે પરીરવાર ઘરને તાળું મારીને જતો રહયો હતો. બાળકના અપહરણના કેસમાં સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. જેમાં કાકા ભત્રીજાએ બાઈક પર બેસાડીને ફરાર થઈ ગયાય છે. સમગ્ર ઘટના મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યયો છે. અને અપહરણર્કતાના સંબંધીઓની પુછપરછ કરી રહી છે. પરંતુ તે લોકો સમગ્ર ઘટનાથી અજાણ છે.

સરસપુર વિસ્તારમાં મંગળવારના દિવસે સવા બે વર્ષના દિલકશ ઉર્ફ નોમાનનું તેના સગા કાકા સાહીલે અપહરણ કર્યું હતું આ ઘટનામાં પોલીસે તપાસ શરૂ કરી છે. જયારે ક્રાઈમ બ્રાંચની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. દિલકશનું અપહરણ કરવું તે એક પુર્વ આયોજીત કાવતરાના ભાગ હોય તેવું પોલીસ માની રહી છે. મંગળવારના દિવસ દિલકશની માતા શિરીનબાનુએ તેના દિયર સહીતના લોકો વિરૂધ્ધ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરીયાદ કરી હતી.

શિરીનબાનુ અને તેના પતી મોહંમદ શાહીદ વચ્ચ્‌ અણબનાવ ચાલી રહયો હતો. જેથી તેણે ધરેલું હિસાની ફરીયાદ પણ કરી હતી. મોહમંદ શાહીદના પિતા ગોમતીપુરમાં દવાખાનું પણ ચલાવે છે. શિરોનબાકનુ છેલ્લા દોઢ વર્ષથી પોતાના સવા બે વર્ષના દીકરા દીલકશને ત્લઈ પીયરમાં રહેતી હતી. વર્ષ ર૦ર૧માં તેના લગ્ન શાહીદ સાથે સામાજીક રીતરીવાજ મુજબ થયાં હતાં.

લગ્ન બાદ શિરીનાબાનુને સારીર રીતે રાખ્યા બાદ તેના પણ પતી સહીતના સાસરીયાએ ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. શીરીન તેના સાસુ-સસરા પતી બે દિયર તેમજ એક નણંદ સાથે સંયુકત પરીવારમાં રહેતી હતી. ઘરકામને લઈ શાહીદ અવારનવાર શીરીનબાનુને માર મારતો હતો. જેથી તેણે વર્ષ ર૦રરમાં રખીયાલ પોલીસ સ્ટેશનમાં ઘરેલું હિંસાની ફરીયાદ કરી હતી.

મંગળવારે સવારે શિરીનબાનુનો ભાઈ સૌરીફખાન દીલકશને લઈ ચોકલેટ લેવા માટે ગયો હતો ત્યારે શીરીનબાનુનો દીયર સાહીલ તેના મિત્રોર સાથે બાઈક લઈને આવ્યો હતો. સૌરીરફખાન ચોકલેટ લઈ રહયો હતો ત્યારે સાહીલે દીલકશને ઉઠાવી લીધો હતો. અને બાઈક પર બેસાડીને રવાના થઈ ગયો હતો. શીરીનબાનુ અને તેમનાં પરીવારજનોએ દીલકશને શોધવા માટે તપાસ શરૂ કરી હતી. પરંતુ ત ન મળી આવતા અંતે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરીયયાદ કરી હતી.

દીલકશનું અપહરણ કર્યા બાદ સાહીલ કયાં જતો રહયો છે. તેની જાણ નથી. શીરીનબાનુએ તેના સંબંધીઓ દ્વારા તપાસ કરાવી તો જાણવા મળ્યું કે સાસરીના તમામ સભ્ય ઘરને લોક મારીને કયાંક જતા રહયા છે.

સૌરીફખાને જણાવ્યું છે કે શીરીનબાનુના સાસરીયાંના તમામ સભ્ય ઘરને લોક મારીને ભાગી ગયયા છે. તેમના ઘરેર જઈને ચેક કર્યું તો ઘરને તાળું હતું. આ સિવાય શીરીનબાનુના સસરાની હોસ્પિટલને પણ તાળું હતું. આડોશપાડોશમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે સોમવારના દિવસે આખો પરીવાર ઘરને લોક મારીને કયાંક જતો રહયો છે.

શીરીનબાનુની નણંદ અમદાવાદમાં તેના પતી સાથે રહે છે. તેને જઈને પુછતાછ કરી તો તેણે પણ ઉડાઉ જવાબ આપ્યો હતો. શીરીનબાનુની નણંદને તેના પીયરના કોઈ સભ્ય સાથે સંબંધ નથી. દીલકશ યુમ થયો તેના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. જેના આધારેર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જયાયરે આ મામલે ક્રાઈમ બ્રાંચની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. શીરીનબાનુનાં સાસરીરયાં કયાં ગુમ થયાં છે તે મામલે હજુ કોઈ જાણ થઈ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.