વિપક્ષની રાજનીતિનું સેન્ટર બન્યું હૈદરાબાદ
હૈદરાબાદ, એક તરફ ઝારખંડમાં સત્તાધારી ગઠબંધનના ધારાસભ્યોની હૈદરાબાદથી વાપસી થઈ ગઈ છે, તો વળી બીજી તરફ બિહાર કોંગ્રેસ ધારાસભ્ય ૧૨ ફેબ્રુઆરીએ વિશ્વાસ મત પહેલા હૈદરાબાદ પહોંચી ગયા છે. બિહારના કેટલાય કોંગ્રેસ ધારાસભ્ય કથિત રીતે તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીને શુભકામના આપવા માટે રવિવારે અહીં પહોંચ્યા છે.
રેડ્ડીએ ડિસેમ્બર ૨૦૨૩માં થયેલી રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની જીત બાદ મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યો હતો. મીડિયામાં આવેલા સમાચારોમાં દાવો કર્યો છે કે કોંગ્રેસે ધારાસભ્યોને ખરીદવાની કોશિશોને રોકવા માટે સાવધાનીના ભાગરુપે પગલા ઉઠાવ્યા, જેના માટે તેઓ ત્યાં પહોંચ્યા છે.
અહીં ઉલ્લેખનિય છે કે, આ અગાઉ બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વવાળી નવગઠિત રાષ્ટ્રિય જનતાંત્રિક ગઠબંધન સરકાર ૧૨ ફેબ્રુઆરીએ વિશ્વાસ મત પ્રાપ્ત કરવા માગે છે. કહેવાય છે કે બિહાર કોંગ્રેસના ધારાસભ્યોને કાગજઘાટ ગામમાં રિસોર્ટમાં લઈ ગયા છે.
બિહારથી કુલ ૨૨ લોકો હૈદરાબાદ પહોંચ્યા છે, જેમાં ૧૬ ધારાસભ્યો છે. તેમના માટે રિસોર્ટમાં ૨૪ રુમ બુક કર્યા છે. તો વળી તેલંગણા કોંગ્રેસના સૂત્રોએ મીડિયાને જણાવ્યું કે, બિહારના કોંગ્રેસ ધારાસભ્ય તેલંગાણાના મુખ્યમંત્રીને શુભકામના આપવા આવ્યા છે.
સૂત્રોએ જણાવ્યું કે, ધારાસભ્યો ૧૧ ફેબ્રુઆરી સુધી હૈદરાબાદમાં રહે તેવી શક્યતા છે. તો વળી બીજી તરફ ઝારખંડના સત્તાધારી ગઠબંધનના ધારાસભ્યો હૈદરાબાદથી રાંચી પહોંચી ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝારખંડમાં સત્તાધારી ઝામુમોની આગેવાનીવાળા ગઠબંધનના ધારાસભ્યો વિધાનસભામાં વિશ્વાસમતના એક દિવસ પહેલા રવિવારે રાંચિ માટે રવાના થઈ ગયા.
આ ધારાસભ્યો છેલ્લા ત્રણ દિવસથી ત્યાં એક રિસોર્ટમાં રોકાયા હતા. રાંચીથી લગભગ ૪૦ ધારાસભ્યો બે ફેબ્રુઆરીએ બે ફ્લાઈટથી હૈદરાબાદ પહોંચ્યા હતા. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું છે કે, ઝારખંડના ધારાસભ્યોને હૈદરાબાદના શમશાબાદના આરજીઆઈ એરપોર્ટથી રાંચિ માટે ફ્લાઈટમાં બેઠા હતા. છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન ધારાસભ્યોને શહેરના બહારી વિસ્તાર શમીરપેટમાં એક રિસોર્ટમાં રોક્યા હતા.
ઝારખંડમાં સત્તાધારી ગઠબંધનના એક વરિષ્ઠ નેતાએ પૂર્વે કહ્યું હતું કે, ધારાસભ્યોને કોંગ્રેસ શાસિત તેંલગાણાની રાજધાની હૈદરાબાદમાં મોકલવાનો નિર્ણય એ ધ્યાનમાં રાખીને કર્યો હતો વિપક્ષી પાર્ટી ભાજપ લે-વેચ કરી શકે છે. ઝારખંડ નેતાએ કહ્યું કે અમે બહુમત સાબિત કરવા માટે ૧૦ દિવસનો સમય આપ્યો હતો.
અમે આ સમય દરમ્યાન કોઈ જોખમ લેવા નથી માગતા. કારણ કે ભાજપ અમારા ધારાસભ્યોના સંપર્ક કરવાની કોશિશ કરી શકે છે. ઝારખંડ મુક્તિ મોર્ચાના નેતૃત્વવાળા ગઠબંધને ગુરુવારે એક વીડિયો જાહેર કરીને ૮૧ સભ્યોની વિધાનસભામાં ૪૩ ધારાસભ્યોનું સમર્થન બતાવ્યું છે.
પાર્ટીની અંદરના અસંતોષને દૂર કરવા માટે શિબૂ સોરેને ધારાસભ્ય લોબિન હેંબ્રમ સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ તેમણે ફ્લોર ટેસ્ટમાં પાર્ટીને સમર્થન આપવાની વાત કહી છે.SS1MS