હું હંમેશા મારી જાત સાથે સાચી રહેવા કોશિષ કરું છું: તારા સુતરિયા

મુંબઈ, તારા સુતરિયાએ ટીનેજમાં જ એક્ટિંગ કૅરિઅર શરૂ કરી દીધી હતી. પરંતુ તેણે પોતાના નિર્ણયો અને ફિલ્મની પસંદગીમાં હંમેશા કાળજી રાખી છે.
ત્યારે તેણે આજના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા યુવાનો માટે સલાહ આપી છે. તેણે કહ્યું કે સોશિયલ મીડિયાને હવાલે થવું એ વ્યક્તિગત પસંદગીની વાત છે.લેકમે ફેશન વીક દરમિયાન તારા સુતરિયાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું, “હું નસીબદાર છું કે મારા પરિવારમાં મારી પાસે મને સૌથી વધુ વિનમ્ર રાખે એવી સપોર્ટ સીસ્ટમ છે. ત્યાં સ્ટાર જેવાં વર્તનનો કોઈ અવકાશ જ નથી.
સોશિયલ મીડિયા પર બધો સમય વિતાવી દેવો સહેલો છે, પરંતુ હું હંમેશા મારી જાત સાથે સાચી રહેવાનો પ્રયત્ન કરું છું.” તારાએ કહ્યું કે સોશિયલ મીડિયા પર કેટલો સમય વિતાવવો એ વ્યક્તિગત પસંદગીની વાત છે. તારાએ આગળ કહ્યું,“મેં એવું થવાથી દૂર રહેવા પ્રયત્ન કર્યાે છે અને હું એમાં ખુશ પણ છું.
જે યુવાન અને કોઈની પણ અસરમાં આવી જાય એવા લોકો હોય એમણે યુવાન વયમાં દરેક સમય ફોન પર અને સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ રહેવાનું કે એ પ્રકારનું કન્ટેન્ટ બનાવવું ગમે, તો બહુ કાળજી રાખો, સોશિયલ મીડિયા તમને તાણી ન જાય તેનું ધ્યાન રાખો કારણ એવું બને તેની પુરી શક્યતા છે પણ એવું ન થાય એનું ધ્યાન રાખો.”
તારાએ ઓનલાઇન શોપિંગ અંગે કહ્યું, “હું ઓનલાઇન ઘણી શોપિંગ કરું છું. તો તમે જે બ્રાન્ડની વસ્તુઓ ઓનલાઇન ખરીદતા હોય તે ભારતમાં ઉપલ્ધ થાય તે ખાસ વાત છે. મને વ્હાઇટ અને બ્લેક કલરનાં કપડાં બહુ ગમે છે, મને ફોલો કરતાં લોકો એ વાત જાણે છે.
મને ફેશમ ગમે છે અને મને સ્ટાઇલિંગ પ્રત્યે પ્રેમ છે. મારા માટે મને જે સૂટ થાય, મારા બોડી ટાઇપ પર જે શોભે તેનાથી મને બહુ આનંદ આવે છે. પછી તે કોઈ લહેંગા હોય, સાડી હોય કે ગાઉન મને એ પહેરવું ગમે છે. તે કોઈ ટીશર્ટ કે જીન્સ હોય તો પણ ચાલે.” જો તારાની ફિલ્મની વાત આવે તો તે ‘ટોક્સિકઃ એ ફેરી ટેલ ફોર ગ્રોવ્ન અપ્સ’ અને યશ સાથે ‘કેજીએફ’માં જોવા મળશે.SS1MS