દાઉદને ઝેર અપાયાના સમાચાર સાચા છે એ ખબર નથીઃ આરઝૂ
કરાંચી, ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને ડી-કંપની ચીફ દાઉદ ઈબ્રાહિમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં દાઉદને કોઇએ ઝેર આપ્યુ હોય તેવી માહિતી મળી છે. આ સાથે તેને પાકિસ્તામાં એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જાે કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી.
મળતી માહિતી પ્રમાણે હાલમાં પાકિસ્તાના અનેક શહેરોમાં ઈન્ટરનેટ બંધ થયું છે. આ ન્યુઝ વચ્ચે પાકિસ્તાનની એક પત્રકાર આરઝૂ કાઝમી વાયરલ થઇ રહી છે.
આ ઘટના પર પાકિસ્તાન કે કોઈ મીડિયા એજન્સીએ કોઈ ટિપ્પણી કરી નથી. પરંતુ, પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પાકિસ્તાનમાં હોવાની પુષ્ટિ થઈ રહી છે.
તેણે પોતાના વીડિયોમાં કહ્યું છે કે, “ઈન્ટરનેટ બંધ થવાને કારણે કોઈ પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકતું નથી. તેમજ કોઈ પણ સમાચાર જાેવા માટે સક્ષમ નથી.
તેણે વધુમાં કહ્યું છેકે, સાભળ્યુ છેકે, દાઉદ ઈબ્રાહિમને કોઇએ ઝેર આપ્યુ છે. તેમની તબિયત વધુ ખરાબ થવાથી કરાંચીના હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર ફરી રહ્યાં છે અને ક્યાં સુધી આ ન્યુઝ સાચા છે તે મને ખબર નથી.”
આટલું જ નહીં, આરઝૂએ વીડિયોમાં કહ્યું કે, તમે લોકો જાણો છો કે જાે કોઈ આ બાબતમાં કોઈનું પણ નામ લે છે અથવા કોઈ વાતની પુષ્ટિ કરવાનો પ્રયાસ કરે છે, તો તેની પણ શામત આવી જશે.
મહત્વનું છેકે, આરઝૂ કાઝમી પાકિસ્તાનની બેબાક પત્રકાર છે. તે હંમેશા પોતાના મંતવ્યો ખૂબ જ હિંમતથી રજૂ કરતી જાેવા મળે છે.
દાઉદ સાથે જાેડાયેલી ૧૦ ખાસ વાતો
૧૯૯૩ના મુંબઈ આતંકવાદી હુમલાનો સૌથી મોટો ગુનેગાર
ગેંગસ્ટર શબીર ઈબ્રાહિમ કાસકર મોટો ભાઈ હતો.
અલકાયદા અને લશ્કર સાથે પણ તેના સંબંધો હતા.
છોટા રાજનને એક સમયે તેનો રાઇટ હેન્ડ કહેવાતો હતો
એફબીઆઈની વિશ્વની ટોચની ૧૦ વોન્ટેડ લિસ્ટમાં નંબર-૩ પર
હવાલાના તમામ મોટા ધંધામાં તેનો હાથ હતો
બોલિવૂડના નિર્માતાઓ અને સેલિબ્રિટીઓ પાસેથી ખંડણી SS2SS