IAS એસોસીએશનના પ્રમુખ તરીકે વિપુલ મિત્રાની વરણી

ગાંધીધામ, પંચાયત, ગ્રામીણ આવાસ અને ગ્રામ વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાની સ્ટેટ આઈએએસ એસોસીએશનના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. તેમણે હાલમાં જ નિમણુક પામેલા મુખ્ય સચિવ પંકજ કુમારનું સ્થાન લીધું છે.
શ્રી મિત્રાની આગેવાની માં, એસોસીએશન પ્રથમ કાર્યક્રમની શરૂઆત હાલમાં જ રીટાયર્ડ થયેલા મુખ્ય સચિવ અનીલ મુકીમ અને બીજા અધિકારીઓ કે જે છેલ્લા થોડા માસમાં રીટાયર્ડ થયા છે તેમના વિદાય સમારંભથી કરશે.
આ કાર્યક્રમ આ મહિનાના અંત સુધીમાં યોજાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે કોવિડ-૧૯ રોગચાળો ફાટી નીકળવાના કારણે, આઈએએસ એસોસીએશનએ છેલ્લા દોઢ વર્ષમાં કોઈ કાર્યક્રમોનું આયોજન કર્યું નથી.