સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ચાલતુ કાલ સેન્ટર પકડાયુ
ધ્રાંગધ્રા, રાજ્યમાં ગુનાખોરીની પ્રવૃત્તિ દિવસે દિવસે વધી રહી છે, સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે એક મોટી રેડ કરીને ફરી એકવાર ગેયકાયદેસર ચાલતુ કાલ સેન્ટર ઝડપી પાડ્યુ છે.
પોલીસે બાતમીને આધારે દરોડા પાડતાં જ સ્થળ પરથી બે મહિલાઓ અને બે પુરુષોને ઝડપી પાડ્યા, આ દરમિયાન તેમની સાથે લાખોના મુદ્દામાલને પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાલ સેન્ટર સુરેન્દ્રનગરના હીરાપુરમાં એક ફાર્મ હાઉસમાં ચાલી રહ્યું હતુ. હાલમાં ગુનો નોંધી ધ્રાંગધ્રા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ચાલતુ એક મોટુ કાલ સેન્ટર પકડાયુ છે. પોલીસે બાતમીના આધારે દરોડાની કાર્યવાહી કરી હતી, જેમાં બે મહિલા અને બે પુરુષો સહિત લાખોના મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો હતો.
ઘટનાની વિગતો એવી છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના હીરાપુર ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાં આ ગેરકાયદેસર કાલ સેન્ટર ચાલી રહ્યું હતુ, પોલીસને બાતમી મળતાં જ ધ્રાંગધ્રા પોલીસે આ ગેરકાયદેસર કાલ સેન્ટર પર દરોડા પાડ્યા હતા, આ દરમિયાન સ્થળ પરથી બે મહિલા અને બે પુરુષોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.
સ્થળ પરથી પોલીસે ૩ લેપટાપ, ૧ કામ્પ્યુટર, ૩ આઇફોન, ૧ એન્ડ્રોઇડ મોબાઇલ અને એક કાર સહિત કુલ ૬.૬૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સમગ્ર મામલામાં ધ્રાંગધ્રા પોલીસે કુલ પાંચ આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો, જેમાં બે મહિલા અને બે પુરુષ સાથે અન્ય એક ફરાર આરોપી સામેલ છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.SS1MS