Western Times News

Gujarati News

અભિનેતા રણબીર કપૂર લઇ રહ્યો છે ખાસ ટ્રેનિંગ

મુંબઈ, રણબીર કપૂર એનિમલની સકસેસને ખૂબ એન્જોય કરે છે. આ મુવી પછી રણબીરનું ફેન ફોલોઇંગ ખૂબ વધી ગયુ છે. જો કે હવે ફેન્સ રણબીર કપૂરની અપકમિંગ મુવીને લઇને સતત ચર્ચાઓ કરી રહ્યા છે. એનિમલ પછ એક બ્રેક લીધા બાદ એક્ટર નવી ફિલ્મની તૈયારીઓમાં લાગી ગયા છે.

આ ફિલ્મની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. દીકરી રાહા સાથે સમય પસાર કરીને હવે રામાયણ મુવી માટે સ્પેશિયલ તૈયારીઓ કરી રહ્યો છે. આ ફિલ્મમાં ભગવાન રામના રોલમાં નજરે પડશે. જો કે આ મુવીને લઇને રણબીર કપૂર સતત તૈયારીઓમાં લાગી ગયો છે.

બ્લોકબસ્ટર ફિલ્મ એનિમલની સફળતા પછી એક્ટર રણબીર કપૂર હાલમાં તીરંદાજી શીખી રહ્યો છે. સોશિયલ મિડીયા પર શેર કરેલી તસવીરમાં તીરંદાજી કોચની સાથે જોવા મળી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે આ તૈયારીઓ ફિલ્મ રામાયણ માટે છે.

આ ખાસ ટ્રેનિંગ છે જેમાં રામની ભૂમિકા માટે તિરંદાજી પ્રોપર રીતે શીખવું પડે છે. આમ પોતાની એક્ટિંગથી લોકોને ખુશ કરનાર રણબીર એકદમ પૂરા મનથી આ પાત્રને ભજવશે એવું લાગી રહ્યું છે. મિડીયા રિપોટ્‌સ અનુસાર ફિલ્મ લાંબા સમયથી પ્રી પ્રોડક્શન સ્ટેજમાં છે આનું પ્રોડ્‌ક્શન અને કાસ્ટિંગને કારણે મોડુ થઇ રહ્યું છે.

ફિલ્મમાં રણબીર જ્યાં ભગવાન રામની ભૂમિકા નિભાવશે અને એક્ટ્રેસ સાઇ પલ્લવી સીતાની ભૂમિકામાં જોવા મળશે એવી વાત સામે આવી છે. આ ફોટોને એક્સ પર એક ફેને શેર કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ તસવીર રણબીરની રામાયણની તૈયારીઓની છે.

તસવીરમાં રણબીરને તીરંબાજીના કોચ સાથે પોઝ આવતો જોવા મળી રહ્યો છે. આ એક તસવીરમાં ટેબલ પર મુકેલા તીર પણ નજરે પડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂર એનિમલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં રણબીરને એક્ટિંગ લોકોને ખૂબ પસંદ પડી હતી.

ફિલ્મમાં રણબીરની સાથે રÂશ્મકા મંદાના અને તૃÂપ્ત ડિમરી હતા. જો કે હાલમાં રણબીર ફાધરહુડ એન્જોય કરી રહ્યો છે. અનેક વાર રાહા સાથે સ્પોટ થાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.