IMA, વલસાડના તબીબો દ્વારા “વર્લ્ડ હેલ્થ ડે” નિમિતે વલસાડના લોકોમાં આરોગ્ય
પ્રત્યે સભાનતા કેળવવા માટે સાયકલોથોનનું આયોજન
(પ્રતિનિધિ) વલસાડ, આજના ડિજિટલ યુગમાં દુનિયા જયારે ઘણી નજીક આવી રહી છે, ત્યારે ટેક્નોલોજીના પ્રતાપે લોકોની સુખાકારીમાં અઢળક વધારો થયો છે.પરંતુ દરેક સિક્કાની બે બાજુ હોય છે, તેમ વધારે પડતી સુખાકારી અને જંકફૂડથી યુવાવસ્થાથી જ લોકોમાં મેદસ્વીપણું, સુગર, પ્રેસર, હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે.
તેમજ અસ્મિકૃત ઈંઘણોના વધુ પડતા વપરાશને લીધે વાતાવરણ અતિશય પ્રદુષિત બન્યું છે, જેના લીધે શ્વસનતંત્ર, કેન્સર જેવા રોગોમાં પણ ઘણો ઉમેરો થયો છે.
આથી, વલસાડના તબીબો દ્વારા વર્લ્ડ હેલ્થ ડે”ના દિવસે સામાન્ય લોકોમાં જનજાગૃતિ કેળવાયએ હેતુથી સર્કિટ હાઉસ, વલસાડથી શરુ કરીને શાંતિનગર અને તિથલ બીચ સુધીની અનુક્રમે ૫ અને ૧૦ કિલોમીટરની સાયકલોથોનનું આયોજન કરેલ હતું,
જેમાં વલસાડના ડીવાયએસપી એમ.એન.ચાવડા,સી. આઈ. ડી. ઇન્સ્પેક્ટર કેતન રાઠોડ,અગ્રગણ્ય તબીબો,એમ. આર. એસોસિએશનની ટીમ,વલસાડ સન્ડે સ્પોર્ટ્સ ક્લબના પ્નરેશભાઈ નાઈક, બિંદલભાઈ, ધર્મેશભાઈ, ત્રિદીપભાઈ અને અન્ય સભ્યો, વલસાડ રેસર્સ ગ્રુપના ડૉ. કલ્પેશભાઈ જાેશી,
ડૉ મુસ્તાક કુરેશી,ડૉ. શશીકાંત હેરાંજલ,ડૉ કૌશિકા પટેલ સહિત વલસાડના પ્રજાજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ઉદવાડાના તબીબ ડો. ચેતન ઓન્ડિયાએ છેક ઉદવાડાથી સાયકલિંગ કરી સાયકલોથોનમાં ભાગ લઇ તબીબોની ફિટનેસનું સુંદર ઉદાહરણ આપ્યું હતું.
આ પ્રસંગે પ્રેસિડેન્ટ ડો. નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું કે આજના ભાગદોડથી ભરેલા વ્યસ્ત યુગમાં બેઠાડું જીવન જીવતા લોકો સરળતાથી વિવિધ રોગોના ભોગ બની રહ્યા છે, તો આવી શારીરિક શ્રમની વિવિધ પ્રવૃતિઓ થકી લોકો તન-મનથી સુદ્રઢ બને એ મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે પાયાની જરૂરિયાત છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા ઉપપ્રમુખ ડો.દેવાંગ દેસાઈ, સેક્રેટરી ડો.નિશિથ પટેલ, ડૉ. અજય પરમાર અને એમ.આર. એસોસિએશનના પ્રમુખ પ્રજ્ઞેશ પાંડે,જયેશ ભટ્ટ, સુદેશ દેસાઈ, રોહિત સૈની સહિતનાઓએ ખુબ જ મહેનત કરી હતી.તમામ સ્પર્ધકોને આયોજકો તરફથી પ્રોત્સાહનના ભાગરૂપે મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતાં..