ગોધરાની કેટલીક સોસાયટીઓમાં દુર્ગંધ મારતું પાણી આવતુ હોવાથી સ્થાનિકોમાં રોષ
(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા નગર પાલિકા દ્વારા પૂરું પાડવામાં આવતું પાણી દુષિત અને દુર્ગંધ મારતું હોવાને કારણે શહેરના સાંપા રોડ સોસાયટીના રહીશોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે અવાર નવાર પાલિકા તંત્રને લેખિતમાં રજૂઆતો કરી હોવા છતાંય દુષિત પાણીનો કોઈ નિકાલ આવતો નથી
જેના કારણે રોગચાળો પણ માથું ઊંચકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ગોધરા શહેરના સાંપા રોડ પર અનેક સોસાયટી આવેલી છે અને આ સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી દુષિત અને દુર્ગંધ મારતું પાણી આવતું હોવાના કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે
દુષિત પાણીને લઈને સ્થાનિક રહીશો દ્વારા પાલિકાના મુખ્ય અધિકારીને રજુઆત કરવામાં આવી હોવા છતાંય આ સમસ્યા નો કોઈ નિકાલ આવ્યો નથી પાણીની પાઇપ લાઈનમાં ગટરનું પાણી ભળી જતું હોવાને લઈને સમસ્યા સર્જાઈ હોવાનું અનુમાન સ્થાનિકો લગાવી રહ્યા છે
પાણીની સમસ્યાને લઈને જવાબદારો ને પણ જાણ કરવામાં આવી હોવા છતાંય આ સમસ્યા નો કોઈ ઉકેલ આવતો નથી અને કામો પણ ન થતા હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે ચૂંટણી ટાણે મત લેવા આવતા નેતા ઓ સ્થાનિક રહીશોની રજુઆત સાંભળવા ને બદલે મોં ફેરવીને જતા રહેતા હોવાથી સ્થાનિક લોકોનો રોષ પણ આસમાને પહોંચ્યો છે
પાણી લાંબા સમયથી દુષિત પાણી આવતું હોવાના કારણે બાળકો પણ બીમાર પડે છે અને જરૂરિયાત મુજબ પાણી પણ મળતું ન હોવાથી પૈસા ખર્ચીને વેચાતું પાણી લેવાનો વારો સ્થાનિકોને આવ્યો છે અને દુષિત પાણીના કારણે રોગચાળો પણ માથું ઊંચકે તેવી શક્યતાઓ સ્થાનિક રહીશો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે પાલિકા તંત્ર વહેલીતકે પાણીનો યોગ્ય નિકાલ લાવે તે જરૂરી બન્યું છે