Western Times News

Gujarati News

પીવાના પાણીના ATM મશીન શોભાના ગાંઠિયા સમાન

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ)  દાહોદ જિલ્લાના ઐતિહાસિક નગર તરીકે અને જુના પંચમહાલ જિલ્લાના ટેરેસ તરીકે ગણાતા દેવગઢબારિયા નગરમાં લોકોની સુખાકારી માટે સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવતી અનુદાનની રકમમાંથી નગરના વિકાસ તેમજ પાણીની સુવિધા માટે અનેક વિકાસના કામો કરેલ છે તથા હાલના તબક્કે પ્રગતિમાં છે. The drinking water ATM machine is like an ornament

હાલ ઉનાળાની કાળજાળ ગરમી અને લગ્નસરાની સીઝન હોય આજુબાજુની ગ્રામ્ય પ્રજા જીવન જરૂરિયાત તથા લગ્ન પ્રસંગે ઉપયોગમાં લેવાતી ચીજ વસ્તુઓની ખરીદી કરવા બારીયા નગરમાં ઊંમટી પડે છે. નગરના સ્થાનિક વેપારીઓ દ્વારા પોતાનો ધંધા કે વેપારને ધ્યાનમાં રાખીને પોતાના ખર્ચે છાયડા માટે જરૂરી મેટીંગ તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.

પરંતુ રહસ્યની વાત એ છે કે ત્રણ-ચાર વર્ષ અગાઉ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે વિકાસના અને પાણીના એટીએમ મશીન મુકવામાં આવ્યા હતા અને તેનો જે તે સમયના સત્તાધીશો દ્વારા પ્રચાર પ્રસાર કરી લોકચાહના મેળવી હતી.

ત્યારે નગરમાં ખરીદી અર્થે આવતા ગ્રામજનો વેપારીઓને એવું લાગતું હતું કે આ એટીએમ મશીનનો ઉપયોગ થવાથી કાળજાળ ગરમીમાં પાણીની સુવિધા મળી રહેશે પણ આ મશીન મૂકવામાં આવેલ એટીએમ મશીન ટૂંક સમયમાં જ કાર્યરત થતા તેનું આજદિન સુધી પાલિકા દ્વારા રીપેરીંગ કરી ફરી શરૂ કરવાની તસ્દી લીધેલ નથી. જે બાબતે નગરજનો તેમજ ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બની છે. શું ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.