Western Times News

Gujarati News

રાજ્યમાં છેલ્લા ૩૦ વર્ષમાં એક પણ સરકારી મેડિકલ નથી ખુલી

પ્ર

અમદાવાદ, રાજ્યમાં છેલ્લા ૩૦ વર્ષમાં કોઈ સરકારી મેડિકલ કોલેજ શરૂ કરવામાં નહિ હોવાની વિગતો સામે આવી છે. કોંગ્રેસનાં ધારાસભ્ય અમિત ચાવડાનાં પ્રશ્નમાં સરકારે આ જવાબ આપ્યો છે.

સરકારે જણાવ્યું કે, નવી ૧૩ મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવી જેમાં ૫ ખાનગી અને ૮ જીએમઆઈઆરએસની મેડિકલ કોલેજો ખોલવામાં આવી છે. રાજ્યમાં કુલ મેડિકલ કોલેજની ૭૦૫૦ સિટો પૈકી ૧૪૦૦ બેઠકો સરકારી કોટામાં અભ્યાસ કરે છે.

સરકારે આગામી સમયમાં દરેક જિલ્લામાં મેડિકલ કોલેજો કોલેજો શરૂ કરવામાં આવશેનો સરકારે જવાબ આપ્યો છે. મેરીટમાં આવતા ૬ વિદ્યાર્થીઓ ને સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન આપવામાં આવે છે. ૭૫ ટકા વિદ્યાર્થીઓને વિવિધ યોજનાનાં લાભો આર્થિક મદદ માટે કરવામાં આવતા હોવાની સરકારે વાત કહી છે.

દેશમાં મેડિકલ કોલેજોની કુલ સંખ્યા ૭૦૪ છે, જેમાં ખાનગી અને સરકારી મેડિકલ કોલેજોનો સમાવેશ થાય છે. થોડા સમય પહેલા સરકારે લોકસભામાં આ માહિતી આપી હતી.

લોકસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાજ્યકક્ષાના પ્રધાન ભારતી પ્રવીણ પવારે જણાવ્યું હતું કે દેશની ૭૦૪ મેડિકલ કોલેજોમાં ૧૦૭૯૪૮ એમબીબીએસની બેઠકો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ૨૦૧૪થી મેડિકલ કોલેજોની સંખ્યામાં વધારો થયો છે અને તેમાં ૮૨ ટકાનો વધારો થયો છે.

અગાઉ મેડિકલ કોલેજોની સંખ્યા ૩૮૭ હતી જે હવે વધીને ૭૦૪ થઈ ગઈ છે. તે જ સમયે, ૨૦૧૪ થી એમબીબીએસની બેઠકોમાં ૧૧૦ ટકાનો વધારો થયો છે, જ્યારે ૨૦૧૪ માં આ બેઠકો માત્ર ૫૧,૩૪૮ હતી, જે હવે વધીને ૧૦૭૯૪૮ થઈ ગઈ છે. તેમાંથી ૫૬,૨૮૩ બેઠકો સરકારી મેડિકલ કોલેજોની છે અને બાકીની ૫૧૬૬૫ બેઠકો ખાનગી મેડિકલ કોલેજોની છે.

રાજ્યમંત્રી ભારતી પ્રવીણે એમ પણ કહ્યું કે ૭૦૪ મેડિકલ કોલેજોમાંથી ૩૭૯ સરકારી કોલેજો અને ૩૧૫ ખાનગી મેડિકલ કોલેજો છે. તે જ સમયે, નીટ પીજી સીટોમાં ૧૧૭ ટકાનો વધારો થયો છે. ૨૦૧૪ માં, નીટ પીજી બેઠકો ૩૧૧૮૫ હતી જે હવે વધીને ૬૭,૮૦૨ થઈ ગઈ છે.

મંત્રીએ એમ પણ કહ્યું કે તમિલનાડુમાં સૌથી વધુ મેડિકલ કોલેજો (૭૪) છે. આ પછી કર્ણાટકમાં ૭૦ મેડિકલ કોલેજ છે. યુપીમાં ૬૮, મહારાષ્ટ્રમાં ૬૭, તેલંગાણામાં ૫૬, રાજસ્થાનમાં ૩૫, પશ્ચિમ બંગાળમાં ૩૫, એમપીમાં ૨૭, બિહારમાં ૨૧, હરિયાણામાં ૧૫, ઝારખંડમાં ૯ અને પંજાબમાં ૧૨ મેડિકલ કોલેજો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.