ઈન્ડિયન નેવી અને કોસ્ટગાર્ડે ગુજરાતી માછીમારોને પાકિસ્તાનની ચુંગાલમાંથી છોડાવ્યા
જૂનાગઢ, પાકિસ્તાન મરીન સિક્યુરિટી વધુ એક નાપાક હરકત સામે આવી છે. પાકિસ્તાની સિક્યુરિટી એજન્સીએ માંગરોળ બંદરની બોટને ટક્કર મારી ફાયરીંગ કર્યુ હતું. જેના બાદ માછીમાર ખલાસીઓને માર મારી બંધક બનાવ્યા હતા. સમગ્ર ઘટના જખૌના મધદરિયે બની હતી. ત્યારે ઈન્ડિયન નેવી અને કોસ્ટગાર્ડની ટીમે હેલિકોપ્ટરથી દિલધડક ઓપરેશન બાદ તમામ ખલાસીને મુકત કરાવ્યા હતા.
જુનાગઢ જિલ્લાના માંગરોળ બંદરની ૧૧ એમ.એમ.૩૮૭૩ હરસિદ્ધિ ૫ બોટ નંબરની બોટ સાથે ગત તારીખ ૬ ઓક્ટોબરના રોજ એક ઘટના બની હતી.
પોરબંદરના જખૌના મધદરિયે માછીમારી કરવા ગયેલા ૬ ખલાસીઓની બોટને પાકિસ્તાન મરીન સિકયુરિટીએ પહેલા ટક્કર મારી હતી, જેથી તેમની બોટમાં ગાબડું પાડી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ પાકિસ્તાન મરીન સિકયુરિટીની બોટને ટક્કરથી માંગરોળ બંદરના ૬ ખલાસી ડુબવા લાગ્યા હતા.
આવામાં પાકિસ્તાન મરીન સિકયુરિટીએ હુમલો બોલાવીને કેટલાક ખલાસીને પોતાની બોટમા બંધક બનાવી લીધા હતા. આ સમયે ગાબડું પડી ગયેલી હરીસિદ્ધી બોટે જળ સમાધિ લીધી હતી અને બોટને કરોડોનું નુકસાન થયું હતું.
આ ઘટનાની જાણ ઈન્ડિયન નેવી અને કોસ્ટગાર્ડને થઈ હતી. જાણ થતા તુરંત જખૌના મધદરિયે પહોંચી ગયા હતા અને નેવીનું હેલિકોપ્ટર લઈને તમામ માછીમારોને પાકિસ્તાનની ચુંગલમાંથી છોડાવ્યા હતા. દિલધડક ઓપરેશન કરીને પાકિસ્તાન મરીન સિકયુરિટી પાસેથી તમામ ખલાસીઓને છોડાવી પરત માંગરોળ બંદરે સહી સલામત લાવવામાં આવ્યા હતા.
માંગરોળ બંદરના ટંડેલ અને ખલાસીઓને બચાવી લેવા ઈન્ડિયન નેવી અને કોસ્ટગાર્ડનું દિલ ધડક ઓપરેશન કરી બચાવી લેતા માછીમાર ભાઈઓએ હાશકારો અનુભવ્યો હતો.
ઈન્ડિયન નેવી અને કોસ્ટગાર્ડનો આભાર માન્યો હતો. જાે ઈન્ડિયન નેવી અને કોસ્ટગાર્ડની સમયસૂચકતાથી પાકિસ્તાન મરીન સિકયુરિટીના હાથે લાગેલ માછીમારોને છોડવામાં સફળતા મળી હતી. સમગ્ર ઘટના ૬ ઓક્ટોબરના રોજ વહેલી સવારે બની હતી અને ત્યાર બાદ માછીમારો ઈન્ડિયન નેવી અને કોસ્ટગાર્ડની જેહમતથી પાકિસ્તાન મરીન સિકયુરિટીના ચંગુલમાંથી બચાવાયા હતા.
તમામ માંગરોળના ખલાસીઓની સારવાર કરીને તપાસ કરી પૂછપરછ કરી હતી અને આજે ૬ માછીમાર ભાઈઓને માંગરોળ બંદર ખાતે સહી સલામત પહોંચડાવામાં આવ્યા હતા.HS1MS