IPL 2020 કોણ જીતશે અને બિહારમાં કોની સત્તા? એક જ દિવસે થશે ફેંસલો!
નવી દિલ્હીઃ કોરોના કાળ (Coronavirus)માં દેશની નજર હાલ બે બાબતો પર ટકેલી છે…પહેલી બાબત છે કે બિહાર (Bihar Assembly Election 2020)માં આ વખતે કોની સરકાર બનશે અને બીજી બાબત છે કે આ વર્ષે દુબઈમાં યોજાઈ રહેલી IPL 2020માં કોણ વિજેતા બનશે? અગત્યની બાબત એ છે કે આ બંનેના પરિણામ એક જ દિવસે એટલે કે 10 નવેમ્બરે જાહેર થશે. એટલે ભારતવાસીઓ માટે 10 નવેમ્બરનો દિવસ ખૂબ જ વિશેષ સાબિત થવાનો છે. આ બંનેના પરિણામો એક જ દિવસે આવવાના હોવાના કારણે દિવાળીના થોડા દિવસ પહેલા જ 10 નવેમ્બરે દિવાળી જેવો માહોલ જોવા મળી શકે છે.
શું નીતીશ કુમાર બીજેપીના ગઠબંધનમાં ફરી સત્તા મેળવી લેશે કે પછી લાલુ (Lalu Prasad Yadav)ના ઉત્તરાધિકારી તેમના દીકરા તેજસ્વી યાદવ (Tejasvi Yadav)ની આગેવાનીમાં મહાગઠબંધન નીતીશ કુમાર (Nitish Kumar) પાસેથી સત્તા છીનવી લેશે. જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે બિહાર ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે અને તે ત્રણ ચરણમાં યોજાશે અને તેની મતગણતરી 10 નવેમ્બરે યોજાશે.