Western Times News

Gujarati News

ત્રણ વર્ષમાં તમામ વચનો પુરા કરીશું નહીં થવા પર રાજીનામુ આપીશું: પપ્પુ યાદવ

પટણા, જન અધિકાર પાર્ટી (લોકતાંત્રિક) અધ્યક્ષ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવે બિહાર ચુંટણી પહેલા એક અનોખી પ્રતિજ્ઞા લીધી છે પપ્પુ યાદવનું કહેવુ છે કે તેમની પાર્ટી તરફથી વિધાનસભા ચુંટણીને લઇ જે વચનો આપવામાં આવ્યા છે જાે તે ત્રણ વર્ષમાં પુરા નહીં કરવામાં આવે તો રાજીનામુ આપી દેશે. તેમણે જનતાને પાર્ટી તરફથી કરવામાં આવેલા વચનોને ત્રણ વર્ષમાં પુરા કરવાનો સમય માંગ્યો છે.

પાર્ટીનું ધોષણપત્ર જારી કર્યા બાદ તેમણે કહ્યું કે પહેલીવાર રાજનીતિ શાસ્ત્ર નહીં સમાજ શાસ્ત્રના રૂપમાં પ્રતિજ્ઞા પત્ર લાવવામાં આવ્યું છે તેમણે કહ્યું કે બિહારને ૩૦ વર્ષ સુધી બે ભાઇઓએ લુંટયા છે. આજ એક સેવક અને બિહારના પુત્રના રૂપમાં હું એક કાર્યકાળ માંગી રહ્યો છું તેમણે કહ્યું કે પહેલીવાર ફોરવર્ડ બૈંકવર્ડ હિન્દુ મુસ્લિમ દલિત મહાદલિત જેવા શબ્દોને બિહારથી ઉખેડીને ફેંકવાનું કામ આ પ્રતિજ્ઞા પત્રના માધ્યમથી કર્યું છે.

પપ્યુ યાદવની પાર્ટી તરફથી જારી કરવામાં આવેલા ધોષણાપત્રમાં ઇટરની પરીક્ષા પ્રથમ શ્રેણીથી પાસ કરનાર વિદ્યાર્થીઓને મોટરસાયકલ અને છાત્રાઓને સ્કુટી આપવાની વાત કહેવામાં આવી છે અઢી વર્ષની અંદર બ્લોક અને જીલ્લા મુખ્ય મથકોની હોસ્પિટલ સુપર સ્પેશલિસ્ટ હોસ્પિટલ બનાવવાની પણ વાત કરવામાં આવી છે આ ઉપરાંત બિહારમાં સુશાંતસિંહ રાજપુતના નામે ફિલ્મ સિટીના નિર્માણની વાત પણ પાર્ટીના ધોષણા પત્રમાં કરવામાં આવી છે.

આ ઉપરાંત વૃધ્ધ અને વિધવા પેન્શન સહિત તમામ પ્રકારના પેંશનની રકમને ૫૦૦થી વધારી ૩,૦૦૦ રૂપિયા પ્રતિ મહીનાનું પણ વચન આપવામાં આવ્યું છે આ સાથે કહેવામાં આવ્યું છે કે નાણાં રહિત પ્રોફેસર,ગેસ્ટ ફેકલ્ટી પ્રોફેસરની નિયોજિત પર બહાલી કરવામાં આવશે નહીં તમામની સ્થાયી નિયુક્તિ કરવામાં આવશે ધોષણાપત્રમાં મિડ ડે મીલ રસોઇયો, વિકાસ મિત્ર ટોળા સેવક શિક્ષા સેવક તાલીમી મરકજ કાર્યકર્તા અને આંગણવાડી સેવિકાઓને માનદેયને પ્રોત્સાહનની વાત પણ કરવામાં આવી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.