Western Times News

Gujarati News

શું NRI એ પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું જરૂરી છે?

આધારકાર્ડ અને પાન કાર્ડમાં સ્ટેટસ NRI કરવા માટે શું કરવું?

ભારતમાં જન્મેલા લોકો કે જેઓ વિદેશમાં સ્થાયી થયા છે તેઓને ઘણી વખત એ પ્રશ્નો સતાવે છે કે તેઓને આધાર કાર્ડ લેવું જરુરી છે કે નથી. પાન કાર્ડમાં સ્ટેટસ NRI કરાવવું જરૂરી છે કે નથી.

NRI તરીકે કોને ગણવામાં આવે છે?
બિન-રહેણાંક ભારતીય (NRI- non-residential Indian) એવી વ્યક્તિ છે જે એક નાણાંકીય વર્ષના સમયગાળા દરમિયાન ભારતમાં 182 દિવસથી ઓછા સમય માટે રહે છે. NRI એવી વ્યક્તિ પણ હોઈ શકે છે જે રોજગાર કે ભણવા માટે દેશની બહાર ગયો હોય તેને એનઆરઆઈ NRI કહેવામાં આવે છે. વેપાર-સંબંધિત હેતુઓ માટે વિદેશમાં રહેનાર વ્યક્તિને NRI પણ કહેવામાં આવે છે. એટલે કે તમે એક વર્ષમાં 182 દિવસથી વધુ સમય માટે ભારતમાં રહેતા નથી તો તમે NRI ઈન્કમ ટેક્ષના નિયમ મુજબ NRI કહેવાશો.

આધાર કાર્ડ અને ઈન્કમ ટેક્સ (પાન કાર્ડ) માટેના સરકારના એક્ટ (કાયદા) અલગ અલગ છે. જે નીચેની માહિતી પરથી જાણી શકાય છે. 

(1) આધાર એક્ટમાં જણાવ્યા પ્રમાણે, કોઈપણ ઈન્ડિયન સીટીઝન / PIO or OCI ધરાવતાં હોય તે તમામ આધાર કાર્ડ લઈ શકે છે. તમે ઈચ્છો તો આધાર કાર્ડ કરાવી શકો છો. આધાર કાર્ડ કમ્પલસરી નથી. જો તમે PIO / OCI કાર્ડ ધરાવતાં હોવ તો આધાર કાર્ડ જરૂરી નથી. પરંતુ જે લોકોને સ્વૈચ્છીક રીતે આધાર કાર્ડ પોતાની પાસે રાખવું હોય તો તે આધાર કાર્ડ કઢાવી શકે છે.

(2) ઈન્કમટેક્સના એક્ટમાં જણાવ્યા પ્રમાણે પાન કાર્ડમાં સ્ટેટસ NRI સ્ટેટસ કરાવવું જરૂરી છે. ઈન્કમટેક્ષના પોર્ટલ પર પાન કાર્ડથી લોગીન કરી તમે સ્ટેટસ RI (રેસીડન્ટ ઈન્ડિયન)માંથી NRI (નોન રેસીડન્ટ ઈન્ડિયન) કરાવી શકાશે. જે એકદમ સરળ પ્રક્રિયા છે. જો તમે વેબ પોર્ટલ પર લોગીન ન થઈ શકતાં હોવ તો પછી તમારું ટેક્સ રીટર્ન ફાઈલ કરતાં CA નો સંપર્ક કરીને પણ આ અંગે જાણ કરી શકો છો. તમે NRI સ્ટેટસ વેબ સાઈટ પરથી કરો ત્યારે રજીસ્ટર્ડ મોબાઈલ પર OTP આવે છે અને તમારી NRI તરીકેની કેટલીક વિગતો અપલોડ કર્યા પછી તરત જ પાન કાર્ડની વેબસાઈટ પર તમારું સ્ટેટસ NRI થઈ જાય છે.

(3) ઈન્કમ ટેક્ષના એક્ટમાં જણાવ્યા પ્રમાણે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લીંક કરવું જરૂરી છે. પરંતુ NRI /PIO / OCI માટે આ નિયમ લાગુ પડતો નથી. પરંતુ તમારે ઈન્કમટેક્ષને આધાર કાર્ડ તમારી પાસે નથી તેવું જાણ કરવું જરૂરી છે.  કેટલીક વખત આધાર કાર્ડ અને પાન કાર્ડમાં નામ અથવા અટકમાં સ્પેલિંગ ફેરફાર હોય તો NRI / PIO / OCI ધારકોને બંને લિંક ન થઈ શકે તો જરુરી નથી કે આધાર-પાન લિંક હોવા જરૂરી છે. પરંતુ ઈન્કમટેક્ષને આ વિષય અંગે જાણ કરવી જરૂરી છે.

જે લોકો દર વર્ષે ઉંમરને કારણે અથવા અન્ય કારણસર ભારત આવી શકતાં નથી અને ભારતમાં તેમની આવક (એફડીનું વ્યાજ, ડિવિડન્ડ, પ્રોપર્ટીના ભાડા અને અન્ય આવકો) 2.50 લાખથી વધુ છે અથવા (પાન કાર્ડ ધરાવે છે)  તે લોકો તેમના મિત્ર, સગાં-સંબંધીનો મોબાઈલ નંબર પાન કાર્ડમાં જણાવીને એફિડેવીટ કરીને ઈન્કમટેક્ષનું રીટર્ન ફાઈલ કરી શકે છે. 

(4) બેંકમાં પણ આ રીતે જ RI માંથી સ્ટેટસ બદલીને NRI કરવું જરૂરી છે. ભારતની કોઈ પણ બેંકમાં તમારું જૂનું એકાઉન્ટ હોય તેને તમે સરળતાથી NRO  (Non- Resident Ordinary )  એકાઉન્ટમાં કનવર્ટ કરી શકો છો. આમ કરવાથી તમારો એકાઉન્ટ નંબર કે અન્ય કોઈ વિગત બદલાતી નથી. તેમજ તમારા ખાતામાં જમા થતું ઈન્કમ ટેક્ષનું રિફંડ, બેંક ફિક્સ ડિપોઝીટનું વ્યાજ, મ્યુચ્યુલ ફંડનું ડિવિડન્ડ કે પ્રોપર્ટીનું ભાડું કે તમારા ખાતામાંથી ડેબીટ થતાં SIP કે અન્ય કોઈ પણ યુટીલીટીના બીલની ચૂકવણી અટકતી નથી. તથાં તમામ વ્યવહારો જે પ્રમાણે ચાલે છે તે પ્રમાણે જ રહે છે.

(5) પરંતુ  Non- Resident Ordinary (NRO) સાથે તમારે જરૂર હોય તો Non-Residential External (NRE) એકાઉન્ટ ખોલાવવું પણ જરૂરી છે. એટલે કે સરળ ભાષામાં ભારતમાં થયેલી તમારી આવક NRO ખાતામાં રહે છે અને વિદેશમાં થતી આવક NRE (External) ખાતામાં રહે છે. જે નો તફાવત નીચેના ઉદાહરણથી જાણી શકાશે. NRO ખાતાંમાં ચેક ભરવો, ચેકથી કેશ ઉપાડવી તેમજ ATM કાર્ડથી કેશ ઉપાડી શકાય છે.

 

(6) જો તમે તમારી વિદેશમાં થતી કમાણી ભારતીય ચલણમાં રાખવા અથવા જાળવી રાખવા માંગતા હોવ તો તમારે NRE એકાઉન્ટ્સ પસંદ કરવું જોઈએ. જો તમે તમારી બચતને લીકવીડ તરીકે રાખવા માંગતા હોવ તો NRE એકાઉન્ટ ખોલાવવું જરૂરી છે. તેમાં મળતાં વ્યાજ પર કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગતો નથી અને ટીડીએસ TDS કપાતો નથી. તમે અન્ય NRI અને નજીકના સંબંધી કે જે ભારતીય છે તેની સાથે NRE અથવા NRO ખાતું ખોલાવી શકો છો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.