Western Times News

Gujarati News

શું પૃથ્વીનું વજન સતત ઘટી રહ્યું છે !

પૃથ્વીનો આ ઘસારો સતત વધતો જાય તો લાખો-અબજો વર્ષ પછી પૃથ્વીનું ગુરૂત્વાકર્ષણ બળ ઘટે, જે પૃથ્વીનો વિનાશ ભણીનો પહેલો તબકકો બની રહેશે !

નાસાના ઉપગ્રહો સતત પૃથ્વીના વાતાવરણમાં ગ્રીનહાઉસ ગેસના વધતા જતાં પ્રમાણની ચેતવણી આપતાં રહે છે

અત્યાર સુધી તો પૃથ્વી એક માત્ર એવો ગ્રહ છે, જયાં જીવન છે. પરંતુ માનવજાતે તેના પર્યાવરણને એટલું નુકશાન કર્યું છે કે તેના પર જીવનનું અÂસ્તત્વ ક્યાં સુધી રહેશે એ કહી શકાય એમ નથી. એ ખરૂં કે સતત વધતી જતી વસ્તી છતાં પૃથ્વીનું વજન વધવાને બદલે ઘટી રહ્યું છે ! Is the weight of the earth constantly decreasing!

પૃથ્વી એક નક્કર ગ્રહ છે. તેના પેટાળમાં ગરમ લાવા ભલે હોય, પણ સપાટી નક્કર છે. તેનું ગુરૂત્વાકર્ષણ બળ ધરતીની સપાટી પરની તમામ ચીજોને બાંધીને બેઠું છે. ત્યારે સવાલ એ થાય કે પૃથ્વીનું વજન ઘટે કઈ રીતે ? પૃથ્વી પર સતત ફેરફારો થતા આવ્યા છે. લગભગ સાડા ચાર અબજ વર્ષથી પૃથ્વીનું અસ્તિત્વ છે.

શરૂઆતમાં તે ગરમ હોવાને કારણે તેનો રંગ હલકો નારંગી હતો. પરંતુ એ પછી તે ઠંડી પડતી ગઈ, ત્યારે તેના પર હિમયુગ પણ આવ્યો હતો. એ પછી પહેલાં ડાયનાસોરયુગ આવ્યો. તો ૧૧૭૦૦ લાખ વર્ષ પહેલાં ધરતી પર માનવીની ઉત્ક્રાંતિની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે. પરંતુ આધુનિક માનવ ઉત્ક્રાંતિ પામ્યો એ પછી તો આડેધડ ઔદ્યોગિકરણ શરૂ થતાં પૃથ્વીનું કુદરતી પર્યાવરણમાં ભારે ફેરફાર આવ્યો. છેલ્લા ર૦૦ વર્ષમાં તો પૃથ્વી પર ખૂબ જ ફેરફાર થયો.

પૃથ્વી પર ઓક્સિજન અને પાણી હોવાને કારણે જ જીવન પાંગર્યું છે. પરંતુ અÂશ્મજન્ય બળતણના ઉપયોગને કારણે વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડ ગેસનું પ્રમાણ વધ્યું છે. વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓનું પ્રમાણ વધવાને કારણે સૂર્યની ગરમી પૃથ્વી પરથી પરાવર્તિત થઈને અવકાશમાં પાછી ફરી શકતી નથી, તેને કારણે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે, તેને કારણે અનેક સમસ્યા પેદા થઈ રહી છે. નાસાના ઉપગ્રહો સતત પૃથ્વીના વાતાવરણમાં ગ્રીનહાઉસ ગેસના વધતા જતાં પ્રમાણની ચેતવણી આપતાં રહે છે.

જો આ પ્રમાણ નહીં ઘટે તો ભારે ગરમી અને પૂર જેવી તબાહી પૃથ્વી જીવનને રોળી નાંખશે એવી ચેતવણી અપાઈ રહી છે. પૃથ્વીના વાતાવરણમાં ગ્રીનહાઉસ ગેસનું પ્રમાણ ઘટાડવા માટે પ્રદુષણ ઘટાડવાની સાથે સાથે વૃક્ષો વધુ હોવા જોઈએ. સ્વાભાવિક છે કે આજે ધરતી પર ૩૦ ટકા હિસ્સામાં વન છે. આ ટ્રોપિકલ વન ૪૦ ટકા ઓÂક્સજન પેદા કરે છે. તો ૮ ગીગા ટન કાર્બન ડાયોકસાઈડ શોષે છે. પરંતુ વન ઘટી રહ્યા છે, પ્રદુષણમાં ઘટાડો અસરકારક રીતે ઘટતો નથી. એ કારણે જીવન માટે પૃથ્વી દોઝખ બની રહી છે.

આ સંજોગોમાં પૃથ્વીનું વજન ઘટી રહ્યું છે ! જોકે પહેલો સવાલ એ થાય કે પૃથ્વીનું વજન છે કેટલું ?
પૃથ્વીનું વજન પ,૯૭૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦.૦૦૦, ૦૦૦, ૦૦૦ કિલોગ્રામ છે.

પૃથ્વી ગુરૂત્વાકર્ષણ બળ ધરાવે છે તેને કારણે પૃથ્વી પરના તત્વો તથા ધૂળ વગેરે જળવાઈ રહે છે પરંતુ હાઈડ્રોજન અને હિલીયમ જેવા હલકા તત્વો તો પૃથ્વીના ગુરૂત્વાકર્ષણ બળમાંથી છટકી જઈ અવકાશમાં જતા રહે છે. એ ઉપરાંત રેડિયોધર્મી પદાર્થો પણ ઉર્જામાં રૂપાંતર પામતા રહે છે અને એ કિરણોરૂપે અવકાશમાં વછુટતા હોય છે. તેને કારણે પૃથ્વીનું ૭ મેટ્રિક ટન વજન ઘટે છે.

ઉપરાંત અવકાશ યાત્રા વખતે પણ ઘણો પદાર્થ અવકાશમાં જતો રહે છે, તેને કારણે ૧૦૦૦ ટન વજન ઘટી રહ્યું છે. જોકે તેની સામે પૃથ્વીનું વજન વધવાની પ્રક્રિયા પણ સતત ચાલુ રહે છે. પૃથ્વી પર સતત લઘુગ્રહો પટકાતા રહે છે. એમ તો તે પટકાય તેનો ખ્યાલ પણ નહીં આવે, પરંતુ તેની રાખ કે અવશેષો પૃથ્વીના વજનમાં વધારો કરે છે. એ ઉપરાંત ધૂળના રજકણોનો વરસાદ પણ પૃથ્વી પર થતો રહે છે.

ક્યારેક ધૂમકેતુ પણ પૃથ્વી પર પડીને વજન વધારે છે. આ કુદરતી પ્રક્રિયા દ્વારા પૃથ્વીના વજનમાં ૧૬૦૦૦ ટનનો વધારો થતો રહે છે. મતલબ કે પૃથ્વીનું વજન ૮૧૦૦૦ ટન ઘટે છે. જોકે પૃથ્વીના કુલ વજનમાં તેનો ફાળો માત્ર ૧ ટકા જ હોવાને કારણે તેનો ખ્યાલ પણ આવતો નથી. પરંતુ પૃથ્વીનો આ ઘસારો સતત વધતો જાય તો લાખો-અબજો વર્ષ પછી પૃથ્વીનું ગુરૂત્વાકર્ષણ બળ ઘટે, જે પૃથ્વીનો વિનાશ ભણીનો પહેલો તબકકો બની રહેશે !


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.