કરોલી ગામેથી વિદેશી દારૂ સાથે ઈસમ ઝડપાયો
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જીલ્લામા જુગાર તથા દારૂની બંદી ઉપર અંકુશ રાખવા સારૂ મહે, પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ નાઓ દ્વારા આગામી વિધાનસભા ચુટણી અનુસંધાને તથા નડીયાદ ડીવીઝનના પોલીસ અધિક્ષક . વી.આર.બાજપાઇનાઓના દ્વારા આગામી વિધાનસભા ચુટણી અનુસંધાને પ્રોહી જુગાર શોધી કાઢવા ખાસ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવેલ હોય જે પ્રોહી જુગાર ડ્રાઇવ અન્વયે વધુમાં વધુ પ્રોહી -જુગારના કેસો શોધી કાઢવા સુચના આપવામા આવેલ હોય જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર વી.પી.ચૌહાણ નડીયાદ રૂરલ પો.સ્ટે. નાઓની સીધી સુચના અને માગૅદર્શન મુજબ નડીયાદ રૂરલ પો.સ્ટે.ના પો.માણસો પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન અ.હે.કો. પરેશભાઇ નાઓને બાતમી હકીકત મળેલ કે, કરોલી ગામે રહેતા બાબુભાઇ ચીમનભાઇ પરમાર નાઓ તેના ઘરની આગળ આવેલ ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂનુ વેચાણ કરે છે જે બાતમી હકીકત આધારે કરોલી ગામેથી એક આરોપીને પોતાના રહેણાંક મકાનની આગળ ભારતીય બનાવટનો વિદેશી દારૂ વગર પાસ પરમીટનો કુલ્લે કિ.રૂ. ૨૮,૮૦૦/- ના પ્રોહી મુદ્દામાલ સાથે પકડી લઇ સદર ઇસમ વિરુધ્ધ પ્રોહી. એક્ટ કલમ-૬૫-ઇ, મુજબ કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નડીયાદ રૂરલ સર્વેલન્સ પોલીસ ટીમ.