ઈશાએ માતાના જુહુ સ્થિત બંગલામાં શિફ્ટ થવાની તૈયારી કરી લીધી
મુંબઈ, ધર્મેન્દ્ર-હેમા માલિનીની પુત્રી અને અભિનેત્રી ઈશા દેઓલ લગ્નના ૧૨ વર્ષ બાદ ભરત તખ્તાનીથી છૂટાછેડા લઈ રહી છે. અભિનેત્રીએ વર્ષ ૨૦૧૨માં તેના બોયફ્રેન્ડ ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા હતા. હવે બંનેએ પરસ્પર સંમતિથી એકબીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે તેમના અલગ થવાનું કારણ ભરતનું એક્સ્ટ્રા મેરિટલ અફેર હોવાનું કહેવાય છે.
ઈશા દેઓલ અને ભરત તખ્તાની સોશિયલ મીડિયા પર ફોટા શેર કરતી વખતે ઘણીવાર કપલ ગોલ આપતા જોવા મળતા હતા. જોકે, આ કપલે લાંબા સમય પહેલા એકસાથે ફોટો પોસ્ટ કરવાનું બંધ કરી દીધું હતું.
ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે બંને વચ્ચે કંઈક બરાબર નથી. આ સિવાય ઈશાની માતા હેમા માલિનીના ૭૫માં જન્મદિવસની ઉજવણીમાં પણ ભરત ક્યાંય જોવા મળ્યો ન હતો. આ બધાએ બંને વચ્ચે છૂટાછેડાની અફવાઓને જન્મ આપ્યો હતો. હવે ઈશા અને ભરતે પોતે એક નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ એકબીજાથી અલગ થઈ રહ્યા છે.
આ દંપતીને રાધ્યા અને મીરાયા નામની બે પુત્રીઓ પણ છે. ઈશા તેના પતિ અને બાળકો સાથે બાંદ્રાના એક મકાનમાં રહેતી હતી. પરંતુ હવે સવાલ એ છે કે પતિથી છૂટાછેડા પછી ઈશા ક્યાં રહેશે ? અહેવાલ મુજબ, તેના પતિથી અલગ થયા પછી, અભિનેત્રી તેની માતા હેમા માલિનીના જુહુ સ્થિત બંગલામાં શિફ્ટ થવાની તૈયારી કરી રહી છે.
ઈશા દેઓલ અને ભરત તખ્તાનીની લવ સ્ટોરી વિશે વાત કરીએ તો, કપલ કાસ્કેડ ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશનમાં પહેલીવાર મળ્યાં હતાં. અહીં જ બંનેની મિત્રતા થઈ અને આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.SS1MS