Western Times News

Gujarati News

જના સ્મોલ ફાઇનાન્સ બેંકનો IPO બુધવાર, 7 ફેબ્રુઆરી, 2024ના રોજ ખૂલશે

અમદાવાદ, જના સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર્સનો તેનો આઈપીઓ બુધવાર, 7 ફેબ્રુઆરી, 2024ના રોજ ખોલશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ મંગળવાર, 6 ફેબ્રુઆરી, 2024 રહેશે. ઓફર બુધવાર, 7 ફેબ્રુઆરી, 2024ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખૂલશે અને શુક્રવાર, 9 ફેબ્રુઆરી, 2024ના રોજ બંધ થશે.

ઓફરનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 393થી રૂ. 414 પર નક્કી કરવામાં આવ્યો છે. બિડ્સ લઘુતમ 36 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 36 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.

બેંક પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ માટે એડજસ્ટ કર્યા બાદ રૂ. 4,620 મિલિયનના મૂલ્યના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”) અને સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા 26,08,629 ઇક્વિટી શેર્સ સુધીની વેચાણની ઓફર (“વેચાણ માટેની ઓફર”) (સાથે મળીને “ઓફર”) નો સમાવેશ કરતા આઈપીઓ દ્વારા ફંડ્સ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. ઓફરમાં લાયક ઠરેલા કર્મચારીઓ (“એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન”) દ્વારા સબ્સ્ક્રીપ્શન માટે રૂ. 135 મિલિયન સુધીના રિઝર્વેશનનો સમાવેશ થાય છે.

બેંક ફ્રેશ ઇશ્યૂથી મળનારી ચોખ્ખી આવકનો ઉપયોગ બેંકની ભવિષ્યની મૂડી જરૂરિયાતોને પહોંચી વળવા માટે બેંકની ટિયર-1 કેપિટલ બેઝને વધારવા, તેની ટિયર-1 કેપિટલ તથા સીઆરએઆર વધારવા માટે કરવાની દરખાસ્ત કરે છે. આ ઉપરાંત ફ્રેશ ઇશ્યૂથી મળનારી આવકનો ઉપયોગ ઓફરના સંદર્ભમાં ખર્ચને પહોંચી વળવા માટે પણ કરવામાં આવશે (“ઇશ્યૂનો હેતુ”).

ઇક્વિટી શેર્સ બેંગાલુરુ ખાતે કર્ણાટકની રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (“આરઓસી”)માં પહેલી ફેબ્રુઆરી, 2024ના રોજ ફાઇલ કરેલા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવી રહ્યા છે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઇશ્યૂ કરાયેલી ઇક્વિટી શેર્સ બીએસઈ લિમિટેડ (“બીએસઈ”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“એનએસઈ”) પર લિસ્ટ કરવામાં આવશે. ઓફરના હેતુઓ માટે બીએસઈ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ રહેશે.

એક્સિસ કેપિટલ લિમિટેડ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે. આ પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવેલી તમામ કેપિટલાઇઝ્ડ ટર્મ્સ જેની વ્યાખ્યા કરવામાં આવી નથી તેનો અર્થ આરએચપીમાં જણાવવામાં આવ્યા મુજબનો થશે.

ઓફર સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન 6(1)ની સુસંગતપણે અને સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન 31 સાથે વાંચીને, જે સુધારેલા સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957 (“એસસીઆરઆર”)ના નિયમ 19 (2) (બી)ના સંદર્ભે બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં ઓફરના મહત્તમ 50% હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂટશનલ બાયર્સ (“ક્યુઆઈબી”) (અને આવો હિસ્સો “ક્યુઆઈબી પોર્શન”)ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે,

એ શરતે કે બીઆરએલએમ સાથે ચર્ચા કર્યા બાદ બેંક સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ મુજબ વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સને ક્યુઆઈબી પોર્શનના 60% સુધીનો હિસ્સો ફાળવી શકે છે (“એન્કર ઇન્વેસ્ટર પોર્શન”) જે પૈકી એક તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રહેશે જે એન્કર ઇન્વેસ્ટર અલોકેશન પ્રાઇઝ કે તેનાથી વધુની કિંમતે મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં સબસ્ક્રીપ્શન ન થવા કે પછી ફાળવણી ન થવાના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર નેટ ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.

આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનના 5% (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય) માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો ભાગ મ્યુચ્યુઅલ ફંડ સહિત તમામ ક્યુઆઈબીને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઓફર કિંમત અથવા તેનાથી વધુની કિંમતે પ્રાપ્ત થયેલી માન્ય બિડ્સને આધીન રહેશે.

આ ઉપરાંત, ઓફરનો લઘુતમ 15% હિસ્સો નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે પૈકી (એ) એક તૃત્યાંશ હિસ્સો 2,00,000થી વધુ અને 10,00,000 સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તાઓ માટે સુરક્ષિત રહેશે (બી) બે તૃત્યાંશ હિસ્સો 10,00,000 કરતા વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તાઓ માટે અનામત રહેશે,

એ શરતે કે આ બંને સબ-કેટેગરીમાંથી ગમે તેમાં સબસ્ક્રાઇબ ન થયેલો હિસ્સો સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના અનુસંધાનમાં નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સની અન્ય સબ-કેટેગરીમાં અરજીકર્તાઓને ફાળવવામાં આવી શકે છે જે ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે અને ઓફરનો લઘુતમ 35% હિસ્સો સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ (“આરઆઈબી”)ને ફાળવવામાં આવશે જે ઓફર પ્રાઇઝના જેટલી અથવા તેનાથી વધુ કિંમતે પ્રાપ્ત થયેલી માન્ય બિડ્સને આધીન રહેશે.

તમામ સંભવિત બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) તેમના સંબંધિત ASBA ખાતાની વિગતો અને યુપીઆઈ આઈડી (યુપીઆઈ મિકેનિઝમનો ઉપયોગ કરતા યુપીઆઈ બિડર્સના કિસ્સામાં)ની વિગતો પૂરી પાડીને બ્લોક્ડ અમાઉન્ટ (ASBA) પ્રોસેસ દ્વારા સમર્થિત અરજીનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે

જેમાં સંબંધિત બિડની રકમ એસસીએસબી દ્વારા અથવા યુપીઆઈ મિકેનિઝમ હેઠળ ઓફરમાં ભાગ લેવા માટે લાગુપાત્ર બિડની રકમ બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ દ્વારા ઓફરના એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ લેવાની પરવાનગી નથી. વધુ વિગતો માટે પેજ નંબર 550 પર “Offer Procedure” જુઓ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.