જયા બચ્ચન નાટક કરે છે, કેમેરા જોતા જ: અભિનેત્રી નીતૂ કપૂર
મુંબઈ, કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ ૮’નો વધુ એક મજેદાર એપિસોડ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યો છે. આ વખતના એપિસોડમાં બોલિવૂડની બે દિગ્ગજ અભિનેત્રીઓ નીતુ કપૂર અને ઝીનત અમાન જોવા મળશે. બંને આ શોમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને પર્સનલ લાઇફ સુધીની ઘણી રસપ્રદ વાતો શેર કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન નીતૂ કપૂરે જયા બચ્ચનના ગુસ્સા વિશે ખુલીને વાત કરી છે. તેણે જણાવ્યું કે શા માટે જયા બચ્ચન ફોટોગ્રાફર્સ પર બૂમો પાડે છે.
તેણે કરણ જોહરના શોમાં કહ્યું હતું કે કદાચ જયા બચ્ચન જાણીજોઈને પાપારાઝી સાથે આવું વર્તન કરે છે. મીડિયાના કેમેરા સામે સેલેબ્રિટીઝ ઘણીવાર સ્માઇલ આપે છે અને પોઝ આપતા જોવા મળે છે. ઘણા સેલેબ્સ તો પેપરાઝીના કેમેરામાં દરરોજ કેપ્ચર થાય છે. પરંતુ જયા બચ્ચન તે સેલેબ્રિટી છે, જે જ્યારે પણ પેપરાઝીની સામે આવે છે, તેના ગુસ્સે થવાનો કે કેમેરામેન્સને ઝાટકી નાંખવાનો એક ફોટો કે વીડિયો સામે આવી જ જાય છે.
પરંતુ જયાના આ ગુસ્સા પર હવે જ્યારે નીતૂએ કંઇક અલગ જ નિવેદન આપ્યું છે. નીતૂએ કહ્યું કે, આ બધું નાટક છે અને તેને લાગે છે કે જયા આ બધુ જાણીજોઇને કરે છે. આ ઉપરાંત નીતૂએ તેમ પણ કહ્યું કે, તેને આ જયા બચ્ચન અને પેપરાઝીની મિલી ભગત લાગે છે. નીતૂ કપૂરે પેપરાઝીની સાથે જયા બચ્ચનના સંબંધો પર કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’માં ખુલીને વાત કરી છે.
જયા બચ્ચનને ઘણીવાર પેપરાઝી પર ભડકતાં જોવામાં આવ્યા છે. કેમેરા સામે તેમના આ વર્તનના કારણે જયાના ગુસ્સે થવા પર અનેકવાર વાત કરવામાં આવે છે. પરંતુ નીતૂ કપૂરે જયા બચ્ચનના આ વ્યવહારને નકલી કહ્યો છે. નીતૂએ કહ્યું કે, મને લાગે છે કે તે જાણીજોઇને આવું કરે છે. નીતૂ વધુમાં કહે છે કે, મને લાગે છે કે જો જયાજી આવું કરે છે તો એકવાર થઇ ગયુંપ.તે આવા નથી. જયા બચ્ચનનો ગુસ્સો હંમેશા પેપરાઝી પર ઉતર્યો છે. તેના પર કરણ જોહરે કહ્યું, બિલકુલ નહીં, તે ખૂબ જ વ્હાલી છે.
પેપરાઝી તેનાથી એટલા ડરે છે કે, તે એન્ટર કરે છે અને કહે છે બસ થઇ ગયું. મને લાગે છે કે તે પણ હવે તેને એન્જોય કરે છે. તેના પર નીતૂ આગળ કહે છે, બધા તેને એન્જોય કરે છે.
મને લાગે છે કે આ તેમની મિલી ભગત છે. તમને જણાવી દઇએ કે, જયા બચ્ચને હાલમાં જ કરણ જોહરની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં રણવીર સિંહની માનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં જયાએ એક ખૂબ જ ગુસ્સાવાળી માનો રોલ કર્યો હતો. આ ફિલ્મ બાદ પણ જયાના ગુસ્સાવાળા કિરદારને લઇને ઘણા મીમ્સ બન્યા હતાં કે તે આ ફિલ્મમાં પોતાનો જ રોલ કરી રહ્યાં હતાં. ખરેખર, જયા બચ્ચન ઘણીવાર પેપરાઝી પર ભડકતાં કેમેરામાં કેદ થઇ ચુકી છે.SS1MS